Gujarat government prepares blueprint to open lockdown, find out which business will start with rules
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ગુજરાત સરકારે લોકડાઉન ખોલવા બ્લુ પ્રિન્ટ તૈયાર કરી નાંખી, જાણો નિયમો સાથે કયા વેપાર-ધંધા શરૂ થશે

ગુજરાત સરકારે લોકડાઉન ખોલવા બ્લુ પ્રિન્ટ તૈયાર કરી નાંખી, જાણો નિયમો સાથે કયા વેપાર-ધંધા શરૂ થશે

 | 10:15 am IST
  • Share

ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પૂર્ણ થવાનો છે. અને દરેક વખતની જેમ આ વખતે પણ પીએમ નરેન્દ્ર મોદીએ લોકડાઉનની પરિસ્થિતિને લઈ રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે સમીક્ષા કરી હતી. અને લોકડાઉન વધારવું કે નહીં તે અંગે ચર્ચા કરી હતી. જો કે આ સમીક્ષા બેઠકમાં સીએમ રૂપાણીએ લોકડાઉન ન વધારવા માટે રજૂઆત કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હાલ ગુજરાતમાં લોકડાઉનને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. લોકડાઉન-3માં 17મી મે પછી રાજ્યોની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે પણ તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. જેમાં અનેક ધંધાઓ ખોલવા માટેના નિયમો પણ બનાવ્યા છે. જેમાં શહેરની તમામ કાપડની દુકાનો ખુલ્લી રાખી શકાશે.

લોકડાઉન બાદ પણ શહેરોની અંદર પ્રવેશવાની ચેકપોસ્ટમાં વધુ કડક ચેકીંગ કરાશે. સરકાર રૂપરેખા તો તૈયાર કરી રહી છે પણ જે શહેરમાં બજારો ખુલ્યા બાદ જો ફરી 10 થી 15 કોરોનાનાં પોઝિટિવ કેસ આવશે તો તે વિસ્તારોમાં આપેલી છૂટછાટ પાછી ખેંચવામાં આવશે અને તે વિસ્તારોમાં ફરીવાર લોકડાઉનનો કડક અમલ કરાવાશે.

અમદાવાદમાં 15 મેથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અલગ-અલગ પ્રકારનાં ચોક્કસ નિયંત્રણો અને હળવાશ સાથે લોકડાઉન ખુલશે. જેમાં રેડ અને ઓરેન્જ ઝોનમાં કેટલાક કલાક માટે જ દુકાનો ખોલવામાં આવી શકે છે. શાકભાજી અને કરિયાણા સહિત કેટલાક અન્ય ધંધાઓને પણ છૂટ મળી શકે છે. આમ ગુજરાતના રેડ ઝોનમાં ચોક્કસ કલાક માટે જ લોક ડાઉન ખોલવાની વિચારણા ચાલી રહી છે. રાજ્યના શહેરી વિસ્તારની મુખ્ય બજારો સવારનાં 9 થી સાંજના 5.00 વાગ્યા સુધી જ ખુલવા દેવાશે. પરંતુ વેપારી અને ગ્રાહકોએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.

રાજ્ય સરકારે તૈયાર કરેલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે અમુક ધંધાઓ ખોલવા માટે નિયમો બનાવાયા છે. રેડ અને ઓરેન્જ ઝોનમાં ચોક્કસ કલાકો માટે છૂટ અપાશે. શહેરી વિસ્તારના મુખ્ય બજારો સવારે 9થી સાંજના 5 ખુલ્લા રહેશે. ગ્રાહકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. 33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ખોલવામાં આવશે. આ દરમ્યાન હાર્ડવેર, સેનેટાઈઝ, બુટ-ચંપલ, બુટ-પોલિશ, પ્લમ્બર, સિમેન્ટના વિક્રેતાઓની દુકાનો ખોલવાની વિચારણા છે. તો સ્કૂલ, મોલ્સ, સિનેમાગૃહ તેમજ ભીડવાળા ધાર્મિક સ્થળો હજુ પણ બંધ જ રાખવામાં આવી શકે છે. જો કે હોટેલ-રેસ્ટોરન્ટસ વગેરેને ઓનલાઇન પાર્સલ સુવિધા આપવાની છૂટ અપાશે.

શહેરના બજારો વિશે વાત કરીએ તો, 17મી પછી હાર્ડવેર, સેનેટાઈઝ, બુટ-ચંપલ, બુટ-પોલિશ, પ્લમ્બર, સિમેન્ટના વિક્રેતાઓની દુકાનો ખોલવાની વિચારણા છે. તમામ બજારો બપોરે 7 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી અપાશે તેમ જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે પીએમ મોદીએ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાંથી સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત રાજ્ય પોલીસ વડા, આરોગ્ય સચિવ સહિતનાં સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી સાથેની મીટિંગમાં સીએમ રૂપાણીએ કોરોનાને લઈ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન