અકસ્માતમા માર્યા ગયેલા જાનૈયાઓ માટે સરકારે કરી સહાયની જાહેરાત - Sandesh
  • Home
  • Bhavnagar
  • અકસ્માતમા માર્યા ગયેલા જાનૈયાઓ માટે સરકારે કરી સહાયની જાહેરાત

અકસ્માતમા માર્યા ગયેલા જાનૈયાઓ માટે સરકારે કરી સહાયની જાહેરાત

 | 1:03 pm IST

આજે વહેલી સવારે રંઘોળા ગામ જાનૈયાઓના ટ્રકને અકસ્માત થતા સમગ્ર ભાવનગર જિલ્લો હચમચી ઉઠ્યો છે. જેમાં એકસાથે 27 લોકોના મોત થયા છે. આ અકસ્માત મામલે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દુખ વ્યક્ત કર્યું હતું. તેમજ મુખ્યમંત્રીએ પોતાના રાહતફંડમાંથી મૃતકોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.

અકસ્માત મામલે CMની સહાયની જાહેરાત
આજે સવારે જે અકસ્માતન બન્યો, તે અંગે રાજ્ય સરકારે સવારે જ ઘટના અંગે દુખ વ્યક્ત કરીને તેની તમામ વિગતો મંગાવી હતી. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ બહુ જ દુખદ ઘટના છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું સમગ્ર જનતા વતી દુખ અને સંવેદના વ્યક્ત કરું છું. આ ઘટના કેવી રીતે ઘટી તે અંગે તપાસના આદેશ આપ્યા છે. તેમજ તમામ મૃતકોને 4 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવામાં આવશે. તેમજ કલેક્ટર, આરોગ્ય વિભાગ અને પોલીસના કાફલાને સવારથી જ કામે લગાડ્યા છે. ઝડપથી ઈજાગ્રસ્તોને સારવાર મળે અને તેમને જરૂર પડે તો તેમને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર મળે તેવી સૂચના આપી દેવાઈ છે.

મૃતદેહો વહેલા સોંપાય તેવી સૂચના આપી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ઘટના અંગે કહ્યું કે, આ અકસ્માત બન્યો તેમાં અત્યાર સુધી 27 લોકોના મોત થયા છે, તેમજ 13 જેટલા લોકો વધુ ગંભીર પામ્યા છે તેમની સારવાર ચાલુ છે. સરકારી તંત્ર વહેલીતકે પહોંચીને સારવાર આપવામાં આવી હતી. તેમજ જે લોકો મૃત્યુ પામ્યા છે, તેમના મૃતદેહોના વહેલીતકે પોસ્ટમોર્ટમ કરીને તેમના પરિવારજનોને તેમના દેહ સોંપવામાં આવે તેવી કામગીરી ચાલી રહી છે.