Gujarat government will have to pay Rs 5,041 crore for 10,082 deaths from corona
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોનાથી 10,082નાં મૃત્યુ સરકારને 5,041 કરોડ આપવા પડશે, સેંકડો પરિવારો બેખબર

ગુજરાતમાં કોરોનાથી 10,082નાં મૃત્યુ સરકારને 5,041 કરોડ આપવા પડશે, સેંકડો પરિવારો બેખબર

 | 8:28 am IST
  • Share

સરકારી રેકર્ડમાં કોરોનાથી પોતાના આપ્તજનનું મૃત્યુ થયું છે કે કેમ તેનાથી સેંકડો પરિવારો બેખબર

ભારત સરકારે સુપ્રિમ કોર્ટમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને રૃ.૫૦ હજારની સહાય આપવા સોગંદનામું કર્યુ છે. સરકારી રેકર્ડ ઉપર કોરોનાને કારણે ૧૦,૦૮૨ નાગરીકોએ જીવ ગુમાવ્યાનું જાહેર થયુ છે. આ સ્થિતિમાં માત્ર સરકારી રેકર્ડમાં નોંધાયેલા કોરોનાથી મૃત્યુના કિસ્સાને જ સહાયને પાત્ર ગણાય તો સરકારને રૃ.૫,૦૪૧ કરોડ સહાયપેટે આપવાના રહેશે.

માર્ચ- ૨૦૨૦થી અત્યાર સુધીના ૧૮ મહિનામાં સેંકડો નાગરીકોના કોરોનાનો ચેપ લાગ્યા બાદ મૃત્યુ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા રોજેરોજ જાહેર થતી અખબારી યાદી, કોવિડ-૧૯ પોર્ટલ ઉપર સત્તાવારપણે માત્ર ૧૦,૦૮૨ના મૃત્યુ થયાનું કહેવાય છે. આ સરકારી રેકર્ડમાં મૃત્યુ પામેલા પોતાના આપ્તજનનું નામ છે કે કેમ ?

તેનાથી સેંકડો પરીવારો બેખબર છે. કારણ કે, કોરોનાનો ચેપ લાગ્યા પછી મૃત્યુ પામેલા સેંકડો નાગરીકોના ડેથ ર્સિટફિકેટમાં ‘કોવિડ-૧૯’નો ઉલ્લેખ થયો નથી. આ સ્થિતિમાં કલેક્ટરેટ દ્વારા જીડ્ઢઇહ્લમાંથી સહાય આપવા અરજીની ચકાસણી કેવી રીતે થશે તેને લઈને અનેક સવાલો ઉદ્દભવ્યા છે.

ગુજરાત રાહત અને વ્યવસ્થાપન તંત્ર ઉપક્ત વિષયે ભારત સરકારમાંથી ગાઈડલાઈન આવ્યા બાદ કોરોનાથી મૃત્યુ પામેલા નાગરીકોના પરીજનોને  સહાયની પ્રક્રિયા શરૃ કરશે. ટોચના અધિકારીએ કહ્યુ કે, ભારત સરકારે સુપ્રિમ કોર્ટમાં સોંગદનામું કર્યાનું જાણ્યુ છે. 

આ સહાયની પાત્રતા માટે કયા  આધારો ધ્યાને લેવાના રહેશે તેની વિસ્તૃત માર્ગર્દિશકા  કેન્દ્રમાંથી મળ્યા બાદ ગુજરાતમાં કાર્યવિધી થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો