હવે અકસ્માતમાં સારવાર ખર્ચની નહી રહે ચિંતા, સરકાર ઉઠાવશે ખર્ચ - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હવે અકસ્માતમાં સારવાર ખર્ચની નહી રહે ચિંતા, સરકાર ઉઠાવશે ખર્ચ

હવે અકસ્માતમાં સારવાર ખર્ચની નહી રહે ચિંતા, સરકાર ઉઠાવશે ખર્ચ

 | 6:29 pm IST

ગુજરાત સરકારે આજે રાજ્યનાં લોકો માટે એક સારા સમાચાર આપ્યા છે. ગુજરાત સરકારે અકસ્માત કેસમાં વ્યક્તિદીઠ 50 હજાર રૂપિયાની સહાયની આજે જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી હતી.

સરકારની જાહેરાત મુજબ વ્યક્તિને અકસ્માત થયાનાં પ્રથમ 48 કલાક દરમિયાન સરકારી કે ખાનગી હૉસ્પિટલનો ખર્ચ સરકાર ઉઠાવશે. સરકાર ખાનગી કે સરકારી હૉસ્પિટલનો પ્રથમ 48 કલાક દરમિયાનનો વ્યક્તિદીઠ 50 હજાર જેટલો ખર્ચ ઉઠાવશે. સરકાર તરફથી આ લાભ રાજ્યનાં તમામ લોકોને આપવામાં આવશે.

મહત્વની વાત એ છે કે દેશનાં કોઇપણ નાગરિકનો અકસ્માત ગુજરાતમાં થશે તો તેનો શરૂઆતી ખર્ચો ગુજરાત સરકાર ઉઠાવશે. દર્દીને પ્રાથમિક સારવારનાં કોઇ જ નાણાં આપવાનાં રહેશે નહી.

આ લાભ મેળવવા માટે સારવાર ખર્ચનું બિલ સંબંધિત જિલ્લાનાં મુખ્ય તબીબી અધિકારી કે તબીબી અધિક્ષકને આપવાનું રહેશે. ખાનગી હૉસ્પિટલને બિલની રકમ અથવા 50 હજાર રૂપિયા બંનેમાંથી જે ઓછી રકમ હશે તે મળશે. રાજ્ય સરકારે આ લાભ અંતર્ગત 2018-2019માં 30 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગુજરાત સરકારની આ જાહેરાત કૉંગ્રેસે પણ આવકારી છે. કૉંગ્રેસનાં પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે, “સરકારની આ જાહેરાતથી ગરીબ વર્ગનાં લોકોને ફાયદો થશે.”

આ સિવાય સરકારે બિનખેતીની મંજુરી લેવાની પ્રક્રિયા પણ સરળ બનાવી દીધી છે. હવે અરજદારે બિનખેતીની પરવાનગી માટે નકશા કે પ્લાન રજૂ કરવાનાં રહેશે નહી. જો કે અરજદારે સોગંદનામુ રજૂ કરવું પડશે.