Gujarat Governor Of Acharya Devvrat Appointed
  • Home
  • Ahmedabad
  • ઓપી કોહલીને વિદાય આપ્યા બાદ ગુજરાતના નવા રાજ્યપાલની નિમણૂંક

ઓપી કોહલીને વિદાય આપ્યા બાદ ગુજરાતના નવા રાજ્યપાલની નિમણૂંક

 | 2:28 pm IST

ગુજરાતના રાજ્યપાલ પદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે. ઓપી કોહલીનો ગુજરાતના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર પૂરો થતાગ હિમાચલના રાજ્યપાલને ગુજરાતના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે . હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનથી મળતી માહિતી પ્રમાણે, બંને રાજ્યપાલોની નિયુક્તિના આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રત અને કલરાજ મિશ્ર પોતપોતાના રાજ્યોમાં પોતાના પદ સંભાળ્યા બાદથી તેમની નિયુક્તિ પ્રભાવી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનતાં પહેલા હિમાચલના કુરુક્ષેત્રના ગુરુકુળના આચાર્ય હતા. 18 જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા આચાર્ય દેવવ્રત ગુરુકુળમાં 1981થી આચાર્ય હતા. આ સંસ્થાનું સંચાલન આર્ય પ્રતિનિધિ સભા, રોહતક દ્વારા કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન