Gujarat Governor Orders For Human Rights Complain against Rupani Government
  • Home
  • Ahmedabad
  • માનવ અધિકાર ભંગની ફરિયાદનો મામલો, રાજ્યપાલ દ્વારા કોઈ તપાસ સોંપવામાં આવી નથી

માનવ અધિકાર ભંગની ફરિયાદનો મામલો, રાજ્યપાલ દ્વારા કોઈ તપાસ સોંપવામાં આવી નથી

 | 9:20 pm IST

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તેવામાં પણ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પણ કાબૂ મેળવવામાં રૂપાણી સરકારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલો સતત વિવાદમાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે પણ દર્દીઓની સારવાર પશુ જેમ ન થવી જોઈએ તેવી ટકોર કરી હતી. તેવામાં હવે રૂપાણી સરકાર માટે વધુ એક મુશ્કેલી સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા માનવ અધિકાર ભંગની ફરિયાદ ફરિયાદ મામલે રાજ્યપાલને પત્ર લખ્યો હતો. અને આ મામલે રાજ્યપાલે માનવ અધિકાર પંચને તપાસ માટે આદેશ આપ્યા હોવાની વિગત સામે આવી હતી. 

જો કે આ માહિતી સામે આવતાં જ રાજભવન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી, અને જણાવવામાં આવ્યું હતું કે રાજ્યપાલ દ્વારા કોઈ તપાસ સોંપવામાં આવી નથી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પત્રને રુટીન કામગીરી અર્થે સંબંધિત કચેરીને મોકલાયો છે. પત્રના આધારે રાજ્યપાલ દ્રારા કોઈ અહેવાલ માંગ્યો નથી

કોંગ્રેસ ધારાસભ્ય શૈલષ પરમાર દ્રારા રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે માનવ અધિકાર ભંગની ફરિયાદ બાબતે પત્ર લખ્યો હતો. અને સવા છ કરોડ લોકોનાને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર સામે માનવ અધિકારના ભંગ પગલાં લેવાની રાજ્યપાલ સમક્ષ માંગ કરી હતી.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદ 25મી મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ થશે શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન