NIFTY 9,655.35 +67.30  |  SENSEX 31,316.15 +259.75  |  USD 64.3900 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં 1 જુલાઈથી GST થશે લાગૂ, આટલી વસ્તુઓને GSTમાંથી મુક્તિ

ગુજરાતમાં 1 જુલાઈથી GST થશે લાગૂ, આટલી વસ્તુઓને GSTમાંથી મુક્તિ

 | 3:09 pm IST

એક નેશન, એક ટેક્સ હેતુસર સમગ્ર દેશમાં જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ થઇ રહ્યો છે અને પહેલી જુલાઇથી તેનો અમલ થવાનો છે. ગુજરાતના રાજ્યપાલે અમલ માટે મંજૂરીની મ્હોર મારી દીધી.  મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે જીએસટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાના અંદાજપત્ર સત્ર પછી સરકારે જીએસટી લાગુ કરવા હેતુ એક દિવસ માટે વિધાનસભામાં ખાસ સત્ર બોલાવાયું હતું, તેમાં કોંગ્રેસના સમર્થન સહિત સર્વાનુમતે જીએસટી વિધેયકને મંજૂર કરાયું હતું. ત્યારબાદ વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી અર્થે મોકલી આપવામાં આવ્યું હતું. પરંતુ આ વિધેયકમાં રાષ્ટ્રપતિની મંજૂરીની આવશ્યકતા નહીં હોવાથી રાજ્યપાલની મંજૂરી અર્થે મોકલાયું હતું. જેને રાજ્યપાલે મંજૂરીની મ્હોર મારી દીધી છે. આથી હવે કાયદાના અમલનો માર્ગ મોકળો થયો છે.

ગુજરાતમાં જીએસટીના દર અંગે જોઇએ તો 54 ચીજવસ્તુઓ પૈકી અનાજ સહિતની ચીજ-વસ્તુઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, તો 82 ચીજ-વસ્તુઓ પર 5 ટકા થી 28 ટકા સુધીનો ટેક્સ જીએસટી લગાવવામાં આવ્યા છે. જીએસટી સાથે સરકાર દ્વારા વેટ અને મનોરંજન કર સુધારા વિધેયકને પણ મંજૂરી આપવામાં આવી છે. પરિણામે હવે દેશની સાથે ગુજરાતમાં પણ પહેલી જુલાઇથી જીએસટી વિધેયક કાયદાનો અમલ થશે.