Gujarat govt announce to abolished 16 check post from 25 Nov
  • Home
  • Ahmedabad
  • રૂપાણી સરકારે લીધા ‘રૂપાળા’ નિર્ણયો: ગુજરાતના કરોડો વાહનચાલકોને ફાયદો થતા ખુશખુશાલ

રૂપાણી સરકારે લીધા ‘રૂપાળા’ નિર્ણયો: ગુજરાતના કરોડો વાહનચાલકોને ફાયદો થતા ખુશખુશાલ

 | 1:19 pm IST

ગુજરાત સરકાર આજે કરોડો વાહનચાલકોના મોઢે સ્મિત આવે તેવા ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્યની 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો રાજ્ય સરકારે આજે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો નિર્ણય લીધો છે.

આજે રૂપાણી સરકારે એક પત્રકાર પરિષદ દ્વારા જાહેરાત કરતા રાજ્યની વિવધ 16 ચેકપોસ્ટ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે. છેલ્લા દસ વર્ષમાં વાહનોની સંખ્યા વધી ગઈ છે, જેને કારણે આરટીઓ પર કામનું ભારણ વધી ગયું છે. જેને કારણે વાહનચાલકોના કામ અટવાતા હતા. તેથી વાહનચાલકોના હિતમાં આ ત્રણ નિર્ણયો લેવાયા છે. જેમાં હવે વાહનચાલકો ઘરે બેસીને આરટીઓની અનેક પ્રોસેસ કરી શકશે.

ટ્રાફિકના નવા નિયમ અંગે CM રૂપાણીની પ્રેસ કોન્ફરન્સના મહત્વના અંશો:

  • રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહત્વના નિર્ણય લેવાયા
  • ચેક પોસ્ટ નાબૂદ, લર્નિગ લાયસન્સ ITIમાં, દંડની રકમ મશીનથી
  • ગુના અને તેના દંડની રકમ ઓનલાઈન ભરી શકાશે
  • 350 ડિવાઈસ હાલ લેવાયા, RTO અધિકારીઓ પાસે આ ડીવાઈસ રહેશે
  • ITI માંથી કઢાવી શકાશે ડ્રાઈવિંગ લાયસન્સ
  • 221 ITI અને 29 પોલિટેકનિકમાં ઉભી કરાઈ સુવિધા
  • શહેર અને ગામના 8 લાખ લોકોને થશે ફાયદો
  • રાજ્યની 16 ચેકપોસ્ટોને નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય
  • 20 નવેમ્બરથી રાજ્યમાં 16 ચેકપોસ્ટો નાબૂદ કરાશે
  • ચેકપોસ્ટો નાબૂદ કરતા વાહનોને ઊભા રહેવું નહીં પડે
  • ભારે માલવાહકોનો ચાર્જ ડાયરેક્ટ માલિકના ખાતામાંથી જમા થશે
  • Parivahan.gov.in પર ઓનલાઈન કર અને ફી ચૂકવી શકાશે
  • ચેકપોસ્ટ પર કર અને ફીની ચૂકવણી 332 કરોડ હતી જે ઓનલાઈન સ્વીકારાશે
  • ઓવરડાયમેન્શન કાર્ગો વાહનો માટે વાહન અને માલની exe. ની જોગવાઈ
  • ઓનલાઈન ફી ચૂકવી મેળવી શકાશે
  • 40 લાખથી વધુ વાહનચાલકોને થશે ફાયદો : રૂપાણી
  • ઓનલાઈનમાં 7 સેવાઓનો ઉમેરો : રૂપાણી
  • 2010થી અત્યાર સુધીનો રેકોર્ડ ઓનલાઈન આવી ગયો : રૂપાણી
  • 2001થી 2010નો રેકોર્ડ ઓનલાઈન કરવાની કામગીરી ચાલુ : રૂપાણી
  • હેન્ડ હેલ્ડ ડિવાઈસથી કામગીરી થશે : રૂપાણી
  • હેન્ડ હેલ્ડ ડિવાઈસ દ્વારા દંડ લેવામાં આવશે : રૂપાણી
  • અધિકારીઓને હેન્ડ હેલ્ડથી સજ્જ કરાશે : રૂપાણી
  • ચેક પોસ્ટની વાર્ષિક આવક 300 કરોડ રૂપિયા છે : રૂપાણી


સીએમ રૂપાણી દ્વારા કંઇ 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરાઈ

1) વર્ષે 20 લાખથી લર્નિંગ લાયસન્સ નીકળે છે. 221 જેટલી આઈટીઆઈ તથા પોલિટેકનિક મળીને અંદાજિત 250થી વધુ જગ્યાઓથી લર્નિગ લાયસન્સ ઉપલબ્ધ કરી શકાશે. તેના માટે આરટીઓ ઓફિસ સુધી જવાની જરૂર નહિ પડે. આ તમામ જગ્યાઓથી લર્નિંગ લાયન્સ ઉપલબ્ધ થઈ શકશે. 15 નવેમ્બરથી આઇટીઆઇ ખાતે શિખાઉ લાયસન્સ આપવામાં આવશે. 25 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી 29 પોલિટેકનિક ખાતે કરવામાં આવશે.

2) ઓનલાઈન સેવામાં અન્ય 7 સેવાનો ઉમેરો કરાયો છે. જેમાં 14 લાખથી વધુ લોકો રિન્યુઅલથી અનેક કામગીરી ઓનલાઈન થઈ શકશે. કમ્પ્યુટર પર અરજી કરીને જ ઈશ્યુ થઈ શકશે. લાયસન્સ અને વાહન સંબંધી સેવાઓ આરટીઓ કચેરીએ જવાનું રહેશે. પણ ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકશે. હવે વાહનની નોંધણી, ફેન્સી નંબર, સ્પેશ્યલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, વાહન એન.ઓ.સી, એક્સ અને ફીની ચૂકવણી સહિત ૨૫ લાખ લોકો આરટીઓ કચેરી રૂબરૂ આવ્યા સિવાય હવે બેઠા સેવાઓનો લાભ લઇ શકશે. લાયસન્સ રીન્યુ, ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી, ડ્રાઇવિંગ લાયસન્સનું રિપ્લેસમેન્ટ, વાહન માટેની ડુપ્લીકેટ આરસી, વાહન સંબંધિત માહિતી અને હાઇપોથીકેશનની કામગીરી ઓનલાઇન કરી શકાશે.

3) દર વર્ષે 90 લાખ મોટા વાહનો ચેકપોસ્ટ પર ઉભા રહેતા હતા. જેમાં તંત્ર પણ કામે લાગતું હતું. તેથી 25 નવેમ્બરથી રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ થઈ જશે. તમામ સ્ટાફ એનફોર્સમેન્ટથી માંડીને બીજા કામમાં લાગશે. ચેકપોસ્ટ પર અવર ડાયમેન્શન ચેક કરતું હતું. જેમાં મોટી કંપનીઓને તેમાં રૂપિયા ભરવાના હોય છે. હવે આ તમામ કામગીરી ઓનલાઈન થશે. કંપનીઓને આરટીઓ પાસેથી ઓફલાઈનની સર્વિસ પણ મળી રહેશે. હાલ ચેકપોસ્ટની 300 કરોડની વાર્ષિક આવક છે. આઠ રાજ્યોમાં ગુજરાતમાં આવતી ટ્રકો આવે છે. ત્યાં મીટિંગ કરે છે. અને હવે બહારથી આવતી ટ્રકોનું પણ ઓનલાઇન પેમેન્ટ લેવાશે.

રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે, 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. 15 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આમ હવે નાગરિકોને આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં. આ સિવાય વાહન ચાલકો ટેક્સ અને ફી parivahan.gov.in પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ચેકપોસ્ટ પર રૂ. 332 કરોડની આવક હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે.

ઓવર ડાયમેન્શન અને કાર્ગો માટેના વાહન અને માલની મુક્તિની જોગવાઈ મુજબ ઓનલાઈન ફી ચૂકવી મુક્તિ મેળવી શકશે. આ પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડ્યુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. તેમજ દંડ ઈ ચલણથી વસૂલવામાં આવશે.

રાજ્ય સરકાર મુજબ, આ નિર્ણયને કારણે ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો જોવા મળશે અને ધંધા રોજગારમાં ગતિ આવશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. તેમજ 40 લાખ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત વાહન ચાલકો માર્ગદર્શન અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર(079)23257808 અને 23251369 પર રજૂઆત કરી શકશે. તેમજ ઈમેલ અને વેબસાઈટ cot.gujarat.gov.in પરથી વધારાની માહિતી મેળવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન