Gujarat Govt. give additional water through canal to farmer due to less rain
  • Home
  • Gandhinagar
  • અપૂરતા વરસાદને જોતાં રૂપાણી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત

અપૂરતા વરસાદને જોતાં રૂપાણી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત

 | 1:18 am IST

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે સાંજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં અપૂરતા અને ખેંચાયેલા વરસાદની સ્થિતિમાં ઊભા પાક માટે નર્મદાનું પાણી ગુરુવાર મધરાતથી જ કેનાલોમાં છોડવાનો તંત્રને આદેશ આપ્યો હતો. આ નિર્ણય અનુસાર અમદાવાદ જિલ્લાની ખારીકટ કેનાલમાં નર્મદાનું પાણી છોડાશે.

ગુરુવાર રાતથી ફતેહવાડી અને ખારીકટ કેનાલોમાં ડાંગરના પાક માટે પાણી છોડવાનું નક્કી થયું છે, તે મુજબ આશરે ૫૦૦ ક્યૂસેક અઠવાડિયા- દસ દિવસ માટે છોડવામાં આવશે. બોર્ડ આ બધા સ્થાનોએ પોતાના સ્ત્રોતો દ્વારા પાણી આપતું હતુ, બોર્ડના શટડાઉનના કારણે કામચલાઉ ધોરણે આ બધા સ્થાનોએ નર્મદાનું પાણી અપાશે.

કચ્છ-જામનગર, મોરબી માટે ૩૦૦ MLD અપાશે

ગુજરાત પાણી પુરવઠા અને વ્યવસ્થા બોર્ડ દ્વારા તેની પાઇપલાઇનોના ર્વાિષક મેઇનટેઇન્સ સંદર્ભમાં શટડાઉન શરૂ થતું હોઇ આ ૮થી ૧૫ સપ્ટેમ્બરના ગાળા દરમિયાન માળિયા બ્રાન્ચ કેનાલમાંથી રોજ ૩,૦૦૦ લાખ લીટર પાણી જથ્થો નર્મદા નિગમ પાસે માગ્યો છે. આ જથ્થા પૈકી ૧,૭૦૦ લાખ લીટર પાણી કચ્છના ૮૮૧ ગામોને તથા રાપર, ભચાઉ, ભૂજ, અંજાર તથા માંડવી શહેરોને આપવામાં આવશે. જ્યારે બાકીનું ૧,૩૦૦ લાખ લીટર પાણી જામનગરના ૧૭૫ ગામો તથા ૩ શહેરોને તેમજ મોરબીના ૧૫૦ ગામો અને મોરબી-માળિયા શહેરોને આપવામાં આવશે. પાણી પુરવઠા બોર્ડના પમ્પિંગ સ્ટેશનથી જતી બોર્ડની જૂની પાણીલાઈનો મારફતે આ જથ્થો જે તે સ્થાનોએ પહોંચશે.