70% કોંગી સમર્થિત સરપંચો-સભ્યો જીત્યાનો કોંગ્રેસનો દાવો - Sandesh
 • Home
 • Gujarat
 • 70% કોંગી સમર્થિત સરપંચો-સભ્યો જીત્યાનો કોંગ્રેસનો દાવો

70% કોંગી સમર્થિત સરપંચો-સભ્યો જીત્યાનો કોંગ્રેસનો દાવો

 | 10:39 am IST

ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામમાં ૭૦ ટકા કોંગ્રેસ પક્ષ સર્મિથત સરપંચો અને સભ્યોનો ભવ્ય વિજય થયો હોવાનો ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે. કોંગ્રેસ ભવન ખાતે ફટાકડા ફોડી કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી. ભાજપ સરકારની ગામડાં વિરોધી, ખેડૂત વિરોધી નીતિના કારણે પ્રજાએ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપને જાકારો આપ્યો હોવાનો કોંગ્રેસનો દાવો છે. મહત્વનું છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણી કોઈ પક્ષના નિશાન પર લડાતી નથી.

પ્રદેશ કોંગ્રેસે કહ્યું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૦ ટકાથી વધુ પંચાયતો કોંગ્રેસ સર્મિથત સભ્યોની બની છે. ભાજપ સરકારે સિંચાઈનું પાણી, મગફળી-કપાસના પોષણક્ષમ ભાવ પૂરા ના પાડતાં ખેડૂતો પાયમાલ થયા છે. તાજેતરમાં જ મગફળીમાં આગ લગાડવાનું કૌભાંડ ગ્રામ્ય જનતાએ જોયું છે તેનો જવાબ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપને મળી ગયો છે. જિલ્લા અને તાલુકા કક્ષાએથી રિપોર્ટ મેળવ્યા બાદ અમે ૭૦ ટકાથી વધુ કોંગી સર્મિથત પંચાયતો જીતી હોવાનો દાવો કરીએ છીએ, ભાજપની માફક પરિણામ આવે તે પહેલાં જ ૮૦ ટકા ગ્રામ પંચાયતો જીત્યાનો અમે દાવો કરતાં નથી. હવે અમે પંચાયતી રાજ વ્યવસ્થા મજબૂત થાય તે માટે કામ કરીશું. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય વ્યવસ્થાને મજબૂત બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને વીજળી, પીવાનું પાણી, સિંચાઈનું પાણી મળી રહે તે માટે કામગીરી કરીશું.

જુઓ કોણ કોણ જીત્યું…

 • ગાંધીનગરમાં ભાજપની મુખ્ય ઓફિસ કમલમ પર સરપંચોની જીતની ઉજવણીનો માહોલ ફિક્કો લાગ્યો. આજે જીત બાદ એકપણ સરપંચ કમલમ પહોંચ્યા નહીં. તેમજ BJPના કાર્યકર્તાઓ પણ કમલમ પર હાજર નથી રહ્યા. આજે 4 વાગ્યે સરપંચોનો અભિવાદન કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ તેનું કોઈ જ આગોતરું પ્લાનિંગ દેખાયું નથી. BJP પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ સુરેન્દ્રનગર પ્રવાસે છે. પરંતુ 80%થી વધુ જીતેલા સરપંચો BJPના હોવાનો ભાજપે દાવો કર્યો છે.
 • વડોદરાના સાવલીના ખોખર ગામે વિજેતા સરપંચના વિજય સરઘસ પર હારેલા ઉમેદવારના ટેકેદારો દ્વારા પથ્થરમારો કરાયો. જેમાં 5 થી વધુ ઇસમોને ઈજા થઈ. આ ઘટનાથી સાવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી.
 •  અમરેલીના જાફરાબાદની 28 બેઠકો ભાજપને બિનહરીફ. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 5 અપક્ષોએ ફોર્મ પરત ખેંચ્યા. આજે આખી જાફરાબાદ નગરપાલિકા સમરસ થઈ જાહેર.
 • ગાંધીનગરમાં ગ્રામ પંચાયતની ચૂટણીને લઈને રાજયપંચ પાસે આવેલ અહેવાલ મુજબ, રાજ્યમાં 1129 ગ્રામ પંચાયતો પૈકી 900 સરપંચોના પરિણામ જાહેર થયા. 4697 સભ્યો વિજેતા જાહેર થયા.
 •  હિમતનગર તાલુકાના રૂપાલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચની ચુંટણીમાં મહિલા ઉમેદવાર વચ્ચે ટાઈ પડતા ચિટ્ઠી ઉછાળી સરપંચ પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રેખાબેન અશ્વિનભાઈ પટેલ અને ભગવતીબેન પોપટભાઈ પટેલ બે મહિલાઓએ સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી. જેમની મત ગણતરી હાથ ધરતા બંને ઉમેદવારોને 349 મતો મળ્યા હતા જેથી ચુંટણી અધિકારીએ બંનેના નામની ચિટ્ઠી બનાવી ઉછાળી હતી જેમાં ભગવતીબેન પોપટભાઈ પટેલનું નામ આવ્યું હતું અને તેમને સરપંચ પદના વિજેતા જાહેર કરાયા હતા.
 • બનાસકાંઠાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જાહેર થયેલ પરિણામોમાં દાંતીવાડા ગ્રામપંચાયતમાં કરસનભાઈ ચમનભાઈ ઓઢવિયા 732 મતે વિજેતા, જયારે વાવના ખીમાનાવાસમાં મોધીબેન વર્ધાજી રાજપૂત ૭૬૬ મતે વિજેતા બન્યા. વાવના ઉમેદપુરામાં સરપંચ જીગરભાઈ નાગજીભાઈ દેસાઈ ૨૪૨ મતે વિજેતા થયા. પાલનપુરનાં હસનપુર માં ચોહાણ ઉત્તમસિહ
  ૩૭૫ મતથી વિજેતા, પાલનપુરના પેદાગડા માં સરપંચ પડે ઇન્દુબેન દશરથભાઈ ગઢવી ૩૨ મતથી વિજેતા, પાલનપુરના કાણોદરમાં ઝહિરભાઈ ચોધરી ૩૩૦ મતથી સરપંચ તરીકે વિજેતા બન્યા છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ રીતે સમર્થકોએ પોતાના ઉમેદવારોનાં વિજયને વધાવ્યો હતો
 •  અમરેલી જીલ્લાની ૩૨ ગ્રામ પંચાયતોની ચુંટણીની મત ગણતરી મામલતદાર કચેરીમાં શરૂ થઇ હતી. અમરેલી જીલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત રાજુલાના વિકટરમાં યોજાયેલી ચૂંટણીમાં પરીતાબેન મકવાણા ૯૭ મતે વિજયી બન્યા હતા
 • જામનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલા સરપંચો એક પછી એક બહાર આવતા તેઓના સરઘસ નીકળ્યા હતા અને સરઘસમાં ચલણી નોટો પણ ઉડાવવામાં આવી હતી
 •  નવસારી જિલ્લાની 33 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 23 ગ્રામ પંચાયતના સરપંચ BJP સમર્થિત તથા 10 સરપંચ કૉંગ્રેસ સમર્થિત ચૂંટાયા
 •  જૂનાગઢના માગરોળ તાલુકના ઓસા ગામે અંજૂબેન ચૂડાસમા જીત્યા. જ્યારે કે તલોદરા ગામે હંસાબેન ચૂડાસમાની જીત થઈ.
 •  ભરૂચ તાલુકાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામમાં જયાબેન વસાવા વિજેતા બન્યા. જ્યારે કે બોરીદ્રા ગામમાં અમિષા વસાવા વિજેતા બન્યા
 •  અરવલ્લી તાલુકોના વજેપુરકમ્પા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે લીલાબેન રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા.
 •  અરવલ્લીના બાયડ તાલુકાના તાલોદ ગ્રામ પંચાયત સરપંચ તરીકે કપિલાબેન કિશોરભાઈ પટેલ વિજેતા થયા.
 •  સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ગામ લીમલામાં સરપંચ તરીકે પટેલ કનુભાઇ વિજેતા થયા
 •  આણંદના તારાપુરના રીંઝા ર ગ્રામ પંચાયતમાં નીતાબેન હિંમતભાઈ ગોહેલ વિજેતા બન્યા. ઉમરેઠના ખાનકુવા ગ્રામ પંચાયતમાં અંબાલાલ બબુભાઈ ઠાકોર વિજેતા થયા. ખંભાત ગ્રામ પંચાયતના કાળી તલાવડી ખાતે નેહાબેન જયંતીભાઈ મકવાણા વિજેતા થયા.
 • બનાસકાંઠા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ પણ જાહેર. વાવ તાલુકાના ઉમેદપુરા ગામે જગદીશ દેસાઈ જીત્યા, પેડાગડા ગામે ઈન્દુબેન ગઢવી 32 મતે ચૂંટણી જીત્યા
 •  પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામે મણીબેન રાઠોડ સરપંચ તરીકે ચૂંટણી જીત્યા.
 •  અમરેલી બાબરાના નાનીકુડળ ગામે વલ્લભભાઈ મકવાણા જીત્યા
 •  અરવલ્લીનું પરિણામ જાહેર. મેઘરજ તાલુકાના ઝરડા ગ્રામ પંચાયતમાં શારદાબેન ખોખરીયા જીત્યા, માલપુરના પરસોડા ગામે કનુભાઈ પંડોર જીત્યા, મોડાસાના ટીંટોઈ ગામે કાદરભાઈ ટીન્ટોઈયા વિજયી બન્યા
 •  સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ પ્રસિદ્ધ રૂપાલ ગામે ભગવતીબેન પટેલ ચૂંટણી જીત્યા, બાયડના ગણેસપુરા ગામે કૈલાશબેન પરમારનો અને વારેણામાં અમરતસિંહ પરમારનો વિજય
 • પંચમહાલના શહેરા તાલુકાના વક્તાપુરા ગામે નીરુબેન પટેલ ચૂંટણી જીત્યા, સારડીયા ગામે નંદાબેન ઠાકોરનો વિજય, હાલોલના કાંકરાડુંગરી ગામે કમલેશભાઈ પરમાર વિજયી, ધમાઈ ગામે પ્રવીણભાઈ બારીયાનો વિજય
 • નવસારીની ચાખલી તાલુકાના કણભઈ ગામે કલ્પનાબેન પટેલનો 248 મતોથી વિજય, ગણદેવીના એધલ ગામે કલાબેન દેસાઈ 283 મતથી જીત્યા
 •  જૂનાગઢના માણાવદરના ભડુલા ગામે ચંદુભાઈ શેરઠીયાનો વિજય
 • ગાંધીનગરની સઈજ ગ્રામપંચાયતમાં ટાઈ પડી. વોર્ડ નંબર 3માં સભ્યોની ચૂંટણીમાં 3 સભ્યો વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા સભ્યનું નામ જાહેર કર્યું. ચિઠ્ઠી ઉછાળતા મુકેશ ઠાકોર વિજેતા જાહેર કરાયા
 • અંકલેશ્વરના અંદાડા ગામે સરપંચ તરીકે દિપક વસાવા વિજેતા
 • સુરતના ઓલપાડ તાલુકાની પરિયા ગ્રામપંચાયતમાં ભાજપ સમર્થક ઉમેદવાર હર્ષા પટેલનો થયો વિજય
 • અમદાવાદના વિરમગામના ઝૂંડ ગામના સરપંચ તરીકે બેચરભાઇ વાણંદનો વિજય

સુરક્ષા ની વાત કરીએ તો જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો છે કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા કર્મીઓ દ્વારા પૂરતી તકેદારી રાખવા માં આવી છે આજે જયારે ગામડાંની સરકાર રચાવા જઈ રહી છે, ત્યારે પોતાના વિજયી સરપંચ ને વધાવવા માટે મતદારો પણ વહેલી સવાર થી ગણતરી કેન્દ્ર ખાતે એકઠા થયા છે ટેકેદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે આજે બપોર સુધી જિલ્લાની ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થઈ જશે તેવી શક્યતા છે.

1182 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થયું હતું. પરંતુ તે પહેલા જ 241 પંચાયતો સમરસ જાહેર થઈ હતી. 1750 સભ્યો બિન હરીફ જાહેર થઈ ચુક્યા છે. 1050 ગ્રામ પંચાયત અંશત બિનહરીફ જાહેર થયા છે. તો, 1191 વોર્ડ અને 15 સરપંચ પદ માટે કોઈ ઉમેદવારી પત્ર જ ભરાયા નથી. આ ચૂંટણીમાં સભ્યપદ માટે કુલ 22036 ઉમેદવારો મેદાનમાં છે, તો સરપંચ પદ માટે 5928 ઉમેદવારો મેદાનમાં છે.