Gujarat Exodus North Indians Were Being Searched In Streets
  • Home
  • Featured
  • ગુજરાતથી પરત ફરી રહેલા પરપ્રાંતિઓએ વર્ણવી હ્યદયદ્રાવક આપવીતી

ગુજરાતથી પરત ફરી રહેલા પરપ્રાંતિઓએ વર્ણવી હ્યદયદ્રાવક આપવીતી

 | 11:09 am IST

હાલ ગુજરાતમાં પરપ્રાંતિઓ પર હુમલાઓની ઘણી ઘટનાઓ સામે આવ્યા બાદ તેઓ મોટી સંખ્યામાં વતન પરત ફરી રહ્યાં છે. ટ્રેનો હેગડેઠેઠ ભરીને જઈ રહી છે. રાતોરાત ઉછાળા ભરીને વતન પરત ફરવા મજબુર બનેલા લોકો પોતાની આપવીતી વર્ણવી રહ્યાં છે.

તેવામાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ તરફ જઈ રહેલી ટ્રેનમાં સવાર રાજકુમારે પોતાની આપવીતી જણાવી હતી. રાજકુમારે કહ્યું હતું કે, તેમને કોઈ જ પ્રકારની ભુલ વગર જ સજા આપવામાં આવી રહી છે. તે લખમૌ તરફ આવી રહેલી ટ્રેનના જનરલ કોચમાં બેસીને હેમખેમ પોતાના વતન પહોંચ્યાં હતાં.

પહેલા બાળકોને શાળાએ જતા રોક્યા અને…

આપવીતી વર્ણવતા નિષાદ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું મારી પત્ની અને બે બાળકો સાથે વડોદરામાં રહેતો હતો. હુમલાઓ શરૂ થતા જ લોકોની ભીડ રસ્તાઓ અને ગલીઓમાં યૂપી-બિહારના લોકોને શોધવા લાગીએ. પહેલા તો મેં બાળકોને શાળાએ જ ના જવા દીધા. ત્યાર બાદ શનિવારે અમારા ફેક્ટરીના ઈંચાર્જે પણ કહી દીધું કે પરપ્રાંતિઓએ હાલ જતા રહે, તેઓ સ્થિતિ થાળે પડવાની રાહ જુએ. હું ઘરે પરત ફર્યો, સામાન બાંધ્યો અને ભાગી છુટ્યો. ટ્રેનમાં સવાર અન્ય લોકોની પણ કહાની કંઈક આવી જ છે.

પોલીસે પણ જતા રહેવાની સલાહ આપી

સ્થિતિ કેટલી ગંભીર તે વર્ણવતા 19 વર્ષના સોનુ કુમારે જણાવ્યું હતું કે, પોલીસ પણ મજૂરોને ઘરે પરત ફરવાની સલાહ આપી રહી છે. જેમની ફરજ અમને બચાવવાની છે, તે પોલીસ જ અમને જતા રહેવાની સલાહ આપતી હતી જે ખરેખર શરમજનક વાત છે. જેના કારણે ડર વધ્યો. તો બીજી બાજુ બિહારના ખગડિયા જનારા સુરેશ સાહનીએ આપવીતિ જણાવતા કહ્યું હતું કે, તેમણે નવેમ્બરમાં છઠ પૂજા પર વતન પરત ફરવા માટે ટ્રેન બુક કરાવી હતી, પરંતુ કટાણે ઘરે આવવું પડ્યું છે. સોનુ કહે છે કે, હાલ ના તો કોઈ નોકરી છે નાતો કોઈ વેતન.

આ અગાઉ ક્યારે આટલો ડર નથી લાગ્યો

વતન પરત ફરી રહેલા લોકોમાં કેટલાક તો એવા પણ છે જેમને ધમકાવવામાં તો આવ્યા જ સાથોસાથ માર પણ મારવામાં આવ્યો. મોહમ્મદ કરીમના જણાવ્યા પ્રમાણે તે શનિવારે મહેસાણામાં એક ફેક્ટરીમાં કામ કરી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન જ ભીડે મને ઘેરી લીધો અને મને મારૂ ગામ અને ભાષા પુછવા લાગ્યા. જ્યારે મેં તેમને કહ્યું કે હું બિહારનો રહેવાસી છું તે સાથે જ મને માર મારવામાં આવ્યો. મને 12 ઓક્ટોબર પહેલા ગુજરાત છોડી દેવા ધમકી પણ આપવામાં આવી. ભીડે માર મારતા શરીર હજી પણ દુખી રહ્યું છે. આટલો ડર તો ક્યારે નથી લાગ્યો.

UP CM કહ્યું હતું કે, નથી થઈ રહ્યું પલાયન

ગુજરાતથી પૂર્વ ચંપારણના લગભગ 1500 લોકો બિહાર પરત ફર્યા છે. જ્યારે ઘણા લોકોને હજી પણ આશા છે કે, તે ગુજરાત પરત ફરશે પરંતુ લાલમુનિ દેવી હજી સુધી કોઈ જ નિર્ણય કરી શકી નથી. તેનું કહેવું છે કે, અમારા પર ભારે જુલમ થયો. અમારો સામાન પણ લૂંટી લેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મને સ્પષ્ટ જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસથી આવી કોઈ ઘટના ઘટી જ નથી. ગુજરાતના વિકાસથી લોકોને ઈર્ષ્યા આવે છે, જેના કારણે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેના પર ગુજરાત સરકાર તરફથી સકારાત્મક પગલાં ભરવામાં આવી રહ્યાં છે.