ગુજરાત પાસે છે માત્ર 32.19% પાણી, ચોમાસુ લંબાશે તો વલખા મારવા પડશે - Sandesh
  • Home
  • Featured
  • ગુજરાત પાસે છે માત્ર 32.19% પાણી, ચોમાસુ લંબાશે તો વલખા મારવા પડશે

ગુજરાત પાસે છે માત્ર 32.19% પાણી, ચોમાસુ લંબાશે તો વલખા મારવા પડશે

 | 10:29 am IST

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત પહેલાથી જ પાણીનો પોકાર ઉભો થયો છે. તેવા સંજોગોમાં ઉનાળાની અંદર રાજ્યનાં ડેમોમાં રહેલો પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. 20 એપ્રિલની સ્થિતિએ સમગ્ર રાજ્યની અંદર માત્ર માત્રને માત્ર 32.19 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. આવા સંજોગોમાં જો ચોમાસુ લંબાય તો ગુજરાતની જનતાએ પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાવા જઈ રહી છે. ગુજરાતમાં પાણીની કટોકટી ઉભી થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

20 એપ્રિલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં પાણીનો જથ્થો માત્રને માત્ર 32.19 ટકા જ બચ્યો છે. આવા સંજોગોમાં રાજ્યનાં મોટા ડેમોમાં બચેલા પાણીની ટકાવારી તરફ નજર કરીએ તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત પાસે કેટલું પાણી છે. ગુજરાત માટે હાલ આ સમય કપરો કહી શકાય. કારણ કે, રાજ્યમાં પાણીનો જથ્થો માત્ર 32.19 ટકા બચ્યો છે. 32.19 ટકા પાણીમાં 50 દિવસ હજી વિતાવવાના છે. સૌથી ઓછુ 15.64 ટકા પાણી કચ્છમાં બચ્યું છે. જ્યારે કે, સૌરાષ્ટ્રમાં 20.42 ટકા પાણી, ઉત્તર ગુજરાતમાં 30.82 ટકા પાણી, દક્ષિણ ગુજરાત 31.53 ટકા પાણી, મધ્ય ગુજરાતમાં 51.70 ટકા પાણી બચ્યું છે. નર્મદા ડેમમાં પણ 31.96 ટકા પાણી બચ્યું છે. આગામી દિવસોમાં પાણીનો આ જથ્થો વધુ ઘટશે તેવું લાગે છે. અને જો ચોમાસુ લંબાશે તો પાણી માટે વલખા મારવા પડશે તેવી પરિસ્થિતિ સર્જાશે.

ઉકાઈ ડેમમાં 28.61 ટકા
કડાણા ડેમમાં 59.85 ટકા
ધરોઈ ડેમમાં 24.14 ટકા
પનામ ડેમમાં 55.19 ટકા
કરજણ ડેમમાં 54.77 ટકા
દમણગંગા ડેમમાં 47.03 ટકા
દાંગતીવાડા ડેમમાં 30.19 ટકા
શેતૃજી ડેમમાં 18.69 ટકા
ભાદર ડેમમાં 21.92 ટકા
સુખી ડેમમાં 10.28 ટકા
વાત્રક ડેમમાં 50.25 ટકા
હાથમતી ડેમમાં 24.43 ટકા
સીપુ ડેમમાં 46.27 ટકા
મચ્છૂ-1 ડેમમાં 25.67 ટકા
મચ્છૂ-2 ડેમમાં 18.85 ટકા
બ્રહ્માણી ડેમમાં 30.96 ટકા
ઉંડ-1 ડેમમાં 33.67 ટકા

મોટા ડેમમાં કુલ સરેરાશ પાણીનો જથ્થો 34.25 ટકા
સરદાર સરોવર ડેમમાં 31.96 ટકા
અન્ય ડેમોમાં રહેલો પાણીનો જથ્થો 23.53 ટકા
રાજ્યમાં કુલ સરેરાશ પાણીનો જથ્થો 32.19 ટકા