Gujarat Heavy Rain 12 Inch Rainfall In Umarpada At Surat
  • Home
  • Featured
  • ગુજરાતના આ વિસ્તારોમાં આજે આભ ફાટ્યું, જાણો કયા વિસ્તારોમાં મેઘરાજાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ

ગુજરાતના આ વિસ્તારોમાં આજે આભ ફાટ્યું, જાણો કયા વિસ્તારોમાં મેઘરાજાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ

 | 11:18 am IST

ગુજરાતમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હવે આફતનો વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે વધુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સોમવારથી જાણે આભ ફાટ્યું હોય તેવો વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ડાંગમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ઉમરપાડામાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયેલું જોવા મળ્યું હતું.

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદે શરૂ કરેલી ધમાકેદાર બેટિંગથી નદીઓ ગાંડીતૂર બની છે. ડાંગમાં ભારે વરસાદને કારણે ડુંગરોમાંથી પાણીના ધોધ વહી રહ્યાં હતાં. આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

સુરતમાં વરસાદની વાત કરીએ તો, ઉમરપાડામાં 12 ઈંચ, નર્મદાના ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઈંચ, સુરતના બારડોલીમાં સવા પાંચ ઈંચ, માંડવીમાં 5 ઈંચ, ડાંગમાં 5 ઈંચ, વલસાડના ધરમપુરમાં સવા ચાર ઈંચ, બોટાદના ગઢડામાં સવા ચાર ઈંચ અને તાપીના સોનગઢ, નવસારીના ખેરગામ અને ડાંગના વઘાઈમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આજે વહેલી સવારથી જ સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત, સુરત અને ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે અમુક જગ્યાએ બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઈને અનેક જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડાંતા કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જ્યારે નાગરિકોને નદી કિનાર ન જવાની સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન