Gujarat Heavy rains forecast for four days in North and Central Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી: હવામાન વિભાગના મતે ઉત્તર- મધ્ય ગુજરાત માટે ચાર દિવસ ભારે!

રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી: હવામાન વિભાગના મતે ઉત્તર- મધ્ય ગુજરાત માટે ચાર દિવસ ભારે!

 | 6:34 am IST
  • Share

શુક્રવારે દિવસ દરમિયાન રાજ્યના કુલ ૧૧૯ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમા સૌથી વધુ પોરબંદર જિલ્લાના કુતીયાણામાં ૩.૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ધોરાજી, ચિતલ અને રામોદમાં ૩ ઈંચ જ્યારે ભાવનગરમાં ૪ કલાકમાં ૨.૫ ઈંચ વરસાદ વરસતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદનું જોર ઘટી ગયું છે.

પરંતુ હજુ આગામી ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને ભાવનગરમાં તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમા પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ શક્યતા વ્યક્ત કરી છે.

દિવસ દરમિયાન રાજકોટ, પોરબંદર, ભાવનગર, જામનગર, છોટા ઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો.  પોરબંદર શહેરમાં ૩  મીમી અને રાણાવાવમાં ૨ મીમી વરસાદ વરસ્યો છે. કુતિયાણામાં ૩.૫ ઈચ વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં દોઢ કલાકમાં ત્રણ ઈંચ  વરસાદ પડતાં રોડ ઉપર  પાણી ભરાઈ ગયાં હતા. અમરેલી જિલ્લાના ચિતલમાં  ૩ ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

જૂનાગઢના માણાવદરમાં દોઢ ઈંચ,માળિયા, વંથલી,  મેંદરડામાં અડધો ઈંચ અને જૂનાગઢ શહેરમાં એક ઈંચ વરસાદ પડયો  હતો. ભાવનગરમા શુક્રવારે બપોર બાદ મેઘાવી માહોલ જામ્યો હતો.  અને બે વાગ્યાથી સાંજના ૬ કલાક સુધી એટલે કે, ચાર કલાકમા  ધોધમાર અઢી ઈંચ વરસાદ ખાબકી ગયો હતો.

સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો