રાજ્યની 'આ' વિધાનસભા સીટનાં પરિણામ ગુજરાત હાઇકોર્ટમાં પડકારાયા - Sandesh
  • Home
  • Ahmedabad
  • રાજ્યની ‘આ’ વિધાનસભા સીટનાં પરિણામ ગુજરાત હાઇકોર્ટમાં પડકારાયા

રાજ્યની ‘આ’ વિધાનસભા સીટનાં પરિણામ ગુજરાત હાઇકોર્ટમાં પડકારાયા

 | 5:15 pm IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગત ડિસેમ્બર મહિનામાં યોજાઇ ગઇ છે પરંતુ હવે ફરીથી વિધાનસભાની ચૂંટણીએ ચર્ચા જગાવી છે. રાજ્યની 20 વિધાનસભા સીટનાં પરિણામે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. હાઇકોર્ટમાં ઓછા માર્જિનથી હારેલા ઉમેદવારોએ જીતને HCમાં પડકારી છે અને ફરીથી ચૂંટણી યોજવા માટે વિવિધ પિટીશનો કરી છે. હારેલા ઉમેદવારોએ વિવિધ પિટીશનો કરી 20 જેટલી વિધાનસભા સીટો પર ફરી ચૂંટણી યોજવા હાઇકોર્ટમાં માંગણી કરી છે.

તમને જણાવી દઇએ કે, ગુજરાત હાઇકોર્ટમાં ડિસેમ્બર 2017માં યોજાયેલ વિધાનસભાની 20 જેટલી બેઠકો પર ચૂંટણીમાં જે ઉમેદવારો હારી ગયા હતા અથવા ઉમેદવારોનાં ઉમેદવારી પત્રકો ચૂંટણીપંચ દ્વારા વિવિધ કારણોસર કેન્સલ કરવામાં આવ્યા હતા. તેવા ઉમેદવારોએ ચૂંટણીપંચની પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારી છે.

હાઇકોર્ટમાં કરવામાં આવેલી વિવિધ પિટીશનોમાં રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતનાં પરિણામને પણ પડાકારાયું છે.

  • શૈલેષ પરમારની જીતને હાઈકોર્ટમાં પડકાર
  • બાબુ બોખિરિયાની જીતને હાઈકોર્ટમાં પડાકારઈ
  • ખાડિયા વિધાનસભા બેઠકનાં પરિણામને પણ પડકારાયું
  • દેવભૂમિ દ્વારકા અને માંડવી બેઠકનાં પરિણામને પણ પડકારાયુ
  • ગાંધીનગર ઉત્તર અને ગારિયાધાર બેઠકનું પરિણામને પડકારાયું