Gujarat High Court Closed till 8-10 July due to Corona
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે મોટા સમાચાર, ગુજરાત હાઈકોર્ટ 3 દિવસ બંધ રહેશે

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે મોટા સમાચાર, ગુજરાત હાઈકોર્ટ 3 દિવસ બંધ રહેશે

 | 10:12 pm IST

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે ફેલાઈ રહ્યું છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં અત્યાર સુધીનાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 778 કેસો નોંધાયા હતા. કોરોના કેસો ઘટવાને બદલે બૂલેટ ગતિએ વધી રહ્યા છે. તેવામાં 2 દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટનાં 6 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ગુજરાત હાઈકોર્ટ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટના 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત એક પોલીસ કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એએમસીની ગાઈડલાઈન પ્રમાણે 3થી વધારે કોરોના પોઝિટિવ આવે તો તે વિસ્તારને 14 દિવસ માટે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. 

ત્યારે 6 કર્મચારીને કોરોના પોઝિટીવ આવતા કોર્ટ પરિસરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કુલ 231 કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે 8-10 જુલાઈ ગુજરાત હાઈકોર્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને એએમસી દ્વારા આ સમય દરમિયાન ગુજરાત હાઈકોર્ટ પરિસરને સેનિટાઈઝ કરવામાં આવશે. 

આજે અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવનાં 172 કેસ નોંધાયા હતા, જેની સામે 110 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. તો બીજી બાજુ હવે અમદાવાદમાં ફરીથી સુપર સ્પ્રેડર્સનાં કોરોના રિપોર્ટ કરવામાં આવશે. અગાઉ સુપર સ્પ્રેડર્સનાં 700થી પણ વધારે કેસો નોંધાયેલા છે.

આ વીડિયો પણ જુઓઃ રાજ્યમાં સાત ડેમ ઓવરફ્લો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન