Gujarat High Court relief to parents on school fee issue, High Court slaps administrators
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે ગુજરાત હાઈકોર્ટે વાલીઓને આપ્યા ખુશખબર, સ્કૂલ સંચાલકોને મોટો ફટકો

ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે ગુજરાત હાઈકોર્ટે વાલીઓને આપ્યા ખુશખબર, સ્કૂલ સંચાલકોને મોટો ફટકો

 | 2:18 pm IST

કોરોના કહેર વચ્ચે સ્કૂલ ફી મુદ્દે વાલીઓને ગુજરાત હાઈકોર્ટને રાહત આપવામાં આવી છે. સ્કૂલ ન ખુલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં માગી શકે તેવો કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી, ઓનલાઈન શિક્ષણ હોવા છતાં સ્કૂલ સંચાલકો મનફાવે તેમ ફી ઉઘરાવી રહ્યા છે, ત્યારે બેફામ ફી મુદ્દે વાલીઓએ કોર્ટમાં એક અરજી કરી હતી.

આ અરજી પર સુનાવણી થતા બેફામ ફી ઉઘરાવતા સંચાલકોને હાઈકોર્ટે ફટકાર આપી છે. સ્કૂલ સંચાલકો વાલીઓને ફી માટે દબાણ નહીં કરી શકે. અને જો તેમ છતાં કોઈ સ્કૂલના સત્તાધીશો ફી અંગે દબાણ કરાય તો DEO પગલા ભરે તેવો નિર્ણય કરાયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી મામલે વાલીઓને આજે સૌથી મોટી રાહત આપી છે. હાઈકોર્ટે આજે પીટિશન પર સૂનાવણી કરતા જણાવ્યું હતું કે, સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે.

કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા સામે હાઇકોર્ટે ફટકાર લગાવતા સ્કૂલ સત્તાધીશોમાં નિરાશા વ્યાપી છે. જ્યાં સુધી શાળા શરુ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહિ કરી શકે. સ્કૂલો તરફથી ફી ભરવા પર દબાણ ન કરે તો ડીઈઓ પગલાં લેવાના રહેશે. કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન