સ્વાઇનફલૂ મામલે AMCએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો, ૬૭ ટકા કેસ કોર્પોરેશનના વિસ્તારમાં - Sandesh
  • Home
  • Ahmedabad
  • સ્વાઇનફલૂ મામલે AMCએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો, ૬૭ ટકા કેસ કોર્પોરેશનના વિસ્તારમાં

સ્વાઇનફલૂ મામલે AMCએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો, ૬૭ ટકા કેસ કોર્પોરેશનના વિસ્તારમાં

 | 7:58 pm IST

રાજયભરને પોતાના ભરડામાં લીધેલા સ્વાઇનફલુ મામલે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામુ કર્યુ હતુ. જેમા એવી રજુઆત કરાઇ છે કે કોર્પોરેશન સ્વાઇનફલૂને ડામવા સતત પ્રયત્નશીલ છે. લોકોમાં સ્વાઇનફલૂ માટે જાગ્રુતતા ફેલાવવા ૭૪ લાખ એસએમએસ કર્યા છે અને ૧૦૪ સિનેમાઘરોમાં જાહેરાત આપી હોવાની કોર્પોરેશને સોગદનામામાં ઉલ્લેખ કર્યો છે. તેની સામે સરકારે એવો જવાબ આપ્યો હતો કે શહેરમાં થયેલા કુલ સ્વાઇનફલૂના કેસ પૈકી ૬૭ ટકા કેસ કોર્પોરેશનની હદમાં નોંધાયા છે બાકીના ૩૩ ટકા ગ્રામીણ વિસ્તારમાં થયા છે.

સરકારે કોર્ટ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે નિષ્ણાંત તબીબો સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા તૈયાર નથી. આ અંગે અરજદારે જવાબ રજૂ કરવા સમય માગતા સુનાવણી ૧૧મી સપ્ટેમ્બર પર મુલતવી રાખવામાં આવી છે.

વકરી રહેલા સ્વાઇનફલૂ મામલે સરકાર અને કોર્પોરેશન પાસે હાઇકોર્ટે શું પગલા લીધા તે અંગે જવાબ માગ્યો હતો. કોર્પોરેશને રજૂ કરેલા જવાબમાં ઠેરવ્યુ છે કે કોર્પરેશન સંચાલિત હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડમાં ૩૫૪ પથારીઓ છે, ૭૨ જેટલા અર્બન હેલ્થ સેન્ટર ચાલે છે, અને ૯૯ મેડીકલ ઓફિસર ફરજ નિભાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન