Gujarat Highcourt Orders Gov to Do MoU With 8 Hospitals
  • Home
  • Ahmedabad
  • ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો ખુલાસો, અદ્યતન હોસ્પિ.ને કેમ સારવારમાં ન લીધી

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો ખુલાસો, અદ્યતન હોસ્પિ.ને કેમ સારવારમાં ન લીધી

 | 10:31 pm IST

કોરોના મુદ્દે વધુ એકવાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસે ખુલાસો માગ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવા આવેલી સુઓમોટો અરજી મામલે હાઇકોર્ટે અદ્યતન હોસ્પિટલને કેમ કોરોના સારવારમાં લીધી નથી તે મામલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. સાથે જ 8 અદ્યતન હોસ્પિટલો સાથે MoU કરવા માટે પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવેલી સુઓમોટો અરજી હાઈકોર્ટે ટકોર કરી છે કે, 8 હોસ્પિટલમાં દર્દી સારવાર માટે રાજ્ય સરકાર અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે MoU કરે. એપોલો હોસ્પિટલ, કે.ડી હોસ્પિટલ, ઝાયડસ, એશિયા કોલમ્બિયા, ગ્લોબલ હોસ્પિટલ, આનંદ સર્જીકલ હોસ્પિટલ, યુ.એન.મહેતા આ તમામ હોસ્પિટલોનો હાઇકોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આગામી દિવસોમાં હોસ્પિટલો તૈયારી નહી દર્શાવે તો ડિઝાસ્ટર એકટ પ્રમાણે હોસ્પિટલ સામે આકરા પગલાં લેવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું છે કે, ખાનગી હોસ્પિટલ કોરોનાનાં દર્દીની સારવાર કરવા તૈયારી દર્શાવે. ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ રાખે. ખાનગી હોસ્પિટલમાં દર્દી પાસે એડવાન્સ ફી ના વસુલવામાં આવે તે સંદર્ભે પર સરકારને હાઇકોર્ટે ટકોર કરી છે. આ ઉપરાંત 24 કલાક એબ્યુલસન્સ અને અન્ય સારવાર મળવી જોઈએ તેમ પણ કોર્ટે જણાવ્યું છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદમાં કોરોનાએ પેટર્ન બદલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન