ભીમા દુલાને ગુજરાત હાઈકોર્ટે ફટકારી આજીવન કેદની સજા, જાણો શું હતા તેના ગુના - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભીમા દુલાને ગુજરાત હાઈકોર્ટે ફટકારી આજીવન કેદની સજા, જાણો શું હતા તેના ગુના

ભીમા દુલાને ગુજરાત હાઈકોર્ટે ફટકારી આજીવન કેદની સજા, જાણો શું હતા તેના ગુના

 | 3:01 pm IST

પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેણે વર્ષ 2004માંપોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકા આદિત્યાણામાં મુસ્લિમ પિતા-પુત્રની હત્યા કરી હતી. તે પછી તે લાંબા સમય સુધી ફરાર હતો. ભીમા દુલાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કેસનો ચૂકાદો રદ્દ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

ભીમા દુલા ઓડેદરા પોરબંદરનાં ધારાસભ્ય અને ગુજરાત રાજ્યનાં કેબીનેટ મંત્રી બાબુ બોખીરિયાના સાળા થાય છે. તો રાણાવાવના પૂર્વ ધારાસભ્ય કરશન દુલા ઓડેદરાનાં સગા ભાઈ છે.  પોરબંદર માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન લખણ ભીમા ઓડેદરાના પિતા થાય છે..

ભીમા દુલાનો ઈતિહાસ ગુનાહિત રહેલો છે. ભીમા દુલા પર બાબુ બોખીરિયાની સાથે ખનીજ ચોરીના પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોરબંદરના ચકચારી મુરુ ગીગા મોઢવાડિયા હત્યા કેસનો પણ તેના પર આરોપ છે. આદિત્યાણામાં ઈસ્માઈલ ટીટી અને તેના પુત્રની સને 2004માં હત્યા કરી હતી. ભીમા દુલા રાજકીય સપોર્ટથી લાંબા સમય સુધી ફરાર રહ્યો હતો. તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ભીમા દુલા વરસો સુધી જેલની હવા ખાધી હતી.

ભીમા દુલાની રાજકીય કારકિર્દિ ની વાત કરીએ તો ભીમા દુલા ક્યારેય ચુંટણી લડ્યો નથી. માત્ર તેના બનેવી બાબુ બોખીરિયાને સામ દામ દંડ ભેદથી મદદ કરી છે. તેના જોરે આજે બાબુ બોખીરીયા કેબીનેટ મંત્રી છે. તેનો સગો ભાઈ કરશન દુલા પણ રાણાવાવ-કુતિયાણાની સીટ પર ધારાસભ્ય હતા. તે પણ એડી ચોટીના જોરની જગ્યાએ ભીમા દુલાનો ઉપયોગ કરતા. હાલ ભીમા દુલાના પુત્ર કુતિયાણાની સીટ પર ભાજપમાંથી ટીકીટની માંગણી કરેલી છે અને અને દાવેદાર પણ છે.

હાલ ભીમા દુલા પોતાનાં બનેવી બાબુ બોખીરિયાની સત્તાના જોરે અસંખ્ય ગુના આચરેલા છે. ભીમા દુલા ચૂંટણી નજીક આવતા સજા પડી છે. ફરી આ ડબલ મર્ડર ચર્ચામાં આવતા બાબુ બોખીરિયાની કારકિર્દિ ઉપર અસર કરે તેવી પણ શક્યતા છે..