Gujarat If 16,188 are recruited in the panchayat in 6 months, the burden is 468 crores
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 6 મહિનામાં પંચાયતમાં 16,188ની ભરતી થાય તો 468 કરોડનું ભારણ, BJPની નવી ‘યુવા’ સરકાર ફસાણી!

6 મહિનામાં પંચાયતમાં 16,188ની ભરતી થાય તો 468 કરોડનું ભારણ, BJPની નવી ‘યુવા’ સરકાર ફસાણી!

 | 7:53 am IST
  • Share

  • ૩.૪૦ લાખ કરોડના દેવાવાળી સરકારમાં સાગમટે ભરતી પર નાણાં વિભાગની ના
  • પંચાયત મંત્રીના નિવેદનો, ગૃહ મંત્રીના આશ્વાસનો યુવાનોના નિશાને ચઢયા 

ગુજરાતમાં લોકપ્રિયતાની લ્હાયમાં ભાજપની નવી ‘યુવા’ સરકાર પણ ૧૨ દિવસ પહેલાની રૃપાણી સરકારની જેમ બરોબર ફસાણી છે. ત્રણ વર્ષ સુધી ૧૦ લાખ યુવા બેરોજગારો માટે ભરતીનું ગાજર લટકાવ્યા બાદ વર્ષ ૨૦૧૮-૧૯ની પંચાયત તલાટી અને જૂનિયર ક્લાર્કની રદ્દ થયેલી ભરતીમાં પરીક્ષા ફી પાછી આપવા મંગળવારે આદેશ થયો હતો. આ સમયે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ મીડિયા સમક્ષ ૬ મહિનામાં જ પંચાયત વિભાગની ૧૧ કેડરમાં ૧૫,૦૦૦ની ભરતી કરાશે એવી જાહેરાત કરતા સચિવાલયમાં સ્તબ્ધતા પ્રસરી હતી.

પંચાયત વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, ”સરકારમાં કોઈ પણ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યા પર સાગમેટ ભરતી પૂર્ણ કરવા નાણા વિભાગની ચોખ્ખી ના છે. પંચાયતમાં હાલમાં ૧૧ કેડરમાં ૧૬,૧૮૮ જગ્યા ખાલી છે.

તમામ પદો માટે એક સાથે ભરતી થાય તો માત્ર પંચાયતને કારણે જ સરકારી તિજોરી પર મહિને રૃપિયા ૪૦.૪૭ કરોડ અને વર્ષે રૃ.૪૮૫.૬૪ કરોડથી વધારે આર્િથક ભારણ સર્જાય. જ્યાં પહેલાથી ગુજરાત સરકારનું દેવુ રૃ. ૩.૪૦ લાખ કરોડને પાર હોય ત્યાં કોઈ પણ વિભાગમાં આટલા ઓછા સમયમાં અને આટલા મોટા આર્િથક ભારણને કારણે એક સાથે તમામ ખાલી જગ્યાઓ માટે ભરતી શક્ય નથી” પંચાયતી મંત્રી મેરજાની આ જાહેરાત વચ્ચે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લોક રક્ષક દળ- ન્ઇડ્ઢ ભરતીમાં પુરૃષ ઉમેદવારોના સમાવેશ કરવા રજૂઆતકર્તાઓને આશ્વાસન આપતા બુધવારે સોશિયલ મીડિયા ઉપર આ બેઉ મંત્રીઓ ખાસ કરીને રોજગારી શોધી રહેલા યુવાનોના નિશાને ચઢયા હતા. 

૩ વર્ષ પહેલાની પંચાયત તલાટી અને જૂનિયર ક્લાર્કની ભરતી રદ્દ થયા બાદ નવી સરકારમાં વર્ગ- ૩ના આ પદો માટે ઉમેદવારી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસને બદલે ગ્રેજ્યુએટ કરવાની ગતિવિધી શરૃ થઈ છે. પહેલા ય્છડ્ઢના તા. ૧-૮-૧૮ના વિવાદાસ્પદ ઠરાવ અને બાદમાં કોરોનાને કારણે ત્રણ વર્ષથી ગુજરાત સરકારમાં અનેક ભરતીઓ સ્થગિત રહી છે, રદ્દ થઈ છે. આ સ્થિતિમાં વર્ષોથી સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા લાખો યુવાનોએ નવી આવનારી ભરતીઓમાં મહત્તમ વયમર્યાદામાં ૩ વર્ષ વધારવા માંગણી કરી છે.  

પુરુષ ઉમેદવારોનો મુદ્દો ટ્વિટરમાં સતત ટ્રેન્ડ થતો રહ્યો 

ય્છડ્ઢના તા.૧-૮-૧૮ના વિવાદાસ્પદ ઠરાવમાંથી બહાર આવવા સરકારે લોક રક્ષક દળ- ન્ઇડ્ઢ ભરતીમાં જાન્યુઆરી- ૨૦૨૦માં મહિલાઓની જગ્યા વધારી હતી. ત્યારથી આ મહિલાઓના સપ્રમાણમાં પુરૃષોની જગ્યા વધારવા સેંકડો ઉચ્ચ મેરિટ ધરાવતા યુવાનો આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમા ંપોલીસ દમન, કેસ વચ્ચે ચાલતા ન્ઇડ્ઢ પુરૃષ આંદોલન બુધવારે ટ્વિટર ઉપર ટ્રેન્ડ થયું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો