Gujarat IMD Do With The Rain Forecast In Gujarat When Will Winter Begin
  • Home
  • Featured
  • ગુજરાતમાં શિયાળાની શરૂઆત ક્યારથી થશે? હવામાન શાસ્ત્રી અંબાલાલે વરસાદને લઈને કરી આગાહી

ગુજરાતમાં શિયાળાની શરૂઆત ક્યારથી થશે? હવામાન શાસ્ત્રી અંબાલાલે વરસાદને લઈને કરી આગાહી

 | 12:20 pm IST

રાજ્યમાં 17થી 21 નવેમ્બર દરમિયાન શિયાળાની જમાવટ થઈ શકે છે. એ સમય દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષાના પણ યોગ છે. ઉપરાંત 24થી 29 નવેમ્બર સુધી અરબ સાગરમાં હવાનું હળવું દબાણ સર્જાવાની શક્યતા પણ છે. રાજ્યમાં આગામી 22 ડિસેમ્બરથી 30મી ડિસેમ્બર સુધી કાતિલ ઠંડી પડી શકે છે. 17મી નવેમ્બરથી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારોમાં ઠંડી પડશે તેવું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસાની સિઝન લંબાતા શિયાળામાં ઠંડીની સિઝન લંબાઈ શકે તેમ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આખરે રવિવારથી ઠંડા પવનનો અનુભવ થશે અને આજથી વરસાદ ઓછો થઈ જશે. જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાંથી શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબક્યો હતો.

દક્ષિણ-પશ્ચમિ રાજસ્થાન અને પાડોશી વિસ્તારોમાં સાયક્લોન સર્ક્યુલેશન યથાવત્ છે તેમ IMDની વેબસાઈટમાં જણાવાયું છે. IMDની આગાહી પ્રમાણે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેશે જે ગુરૂવારે 20 ડિગ્રી હતું. જ્યારે મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ હતું. આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં અને ત્યાર બાદ તેમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો જોવા મળશે તેમ IMDના અધિકારીએ કહ્યું હતું.

હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો સહિત દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં (16 નવેમ્બર) આજે હળવાથી મધ્યમ વરસાદની અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આગામી બે દિવસ કચ્છના કેટલાંક ભાગોમાં 40 કિમી પ્રતિ કલાકની તીવ્ર ઝડપથી ફૂંકાતા પવનનો અનુભવ થશે.

આ પણ જુઓ વીડિયો: નિત્યાનંદ આશ્રમનો શું હતું તેનો મોટો ખુલાસો સંદેશ ન્યૂઝ પાસે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન