સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી, પરંતુ ધરોઇ ડેમ સુકાયો, દેરાસર દેખાયા

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.02 મીટરે પહોંચી ગઇ છે. હાલ સરોવરમાં 1400 મિલિયન ક્યુબીક મીટરે જમા થયું છે.
ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત માટે સારા સમાચાર બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્ય કેનાલ માંથી પાણી સતત ખેડૂતો માટે છોડાઇ રહ્યું છે.
સતત બે વર્ષ ચોમાસુ નબળું રહ્યા બાદ આ વર્ષે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડ્યો હોવાથી નર્મદા ડેમ પર પાણી ની આવક સતત વધતી રહી છે. જેના કારણે ડેમની જળ સપાટી 121 મીટર પાર કરી ગઈ છે. આજે પાણીની આવક 9005 ક્યુસેક છે અને મુખ્ય121.05 મીટર થઈ છે કેનાલ માં 6910 પાણી છોડાય રહ્યું છે .અને સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 1400.98મિલીયન ક્યુબીક મીટર છે.
ચોમાસાની મોસમમાં જ અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરૃણ દેવ રીઝયા નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં ૩૯ ડીગ્રી તાપમાન સાથે રહીશો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. સુરેન્દ્રગરમાં 38.8, રાજકોટમાં 37.9, કંડલા પોર્ટમાં 37.3, વડોદરામાં 37.4, વલ્લભ વિદ્યાનગરમાં 37.3, ડીસામાં 37.2 ડીગ્રી તાપમાન નોધાયું હતું. હજુ અમદાવાદીઓ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા છે.
તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 77 ટકાથી ઘટીને 44 ટકાએ પહોંચ્યું હતું. જેને કારણે લોકોએ દિવસ દરમિયાન ચામડી બાળતી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. હાલમાં વરસાદ લાવે કોઇ સિસ્ટમ ડેવલપ ન થઇ હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે.
વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર કરી ગયો હતો. હાલમાં વરસાદ લાવે કોઇ સિસ્ટમ ડેવલપ ન થઇ હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે. વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર કરી ગયો હતો.
251માંથી 96 તાલુકાઓમાં 2થી 5 ઇંચ વરસાદ જ પડ્યો
15 તાલુકામાં 1 ઇંચથી ઓછો, 14 તાલુકામાં 1થી 2 ઇંચ, 67 તાલુકામાં2થી 5 ઇંચ, 99 તાલુકામાં5થી 10 ઇંચ, 43 તાલુકામાં10થી 20 ઇંચ, 10 તાલુકામાં20થી 40 ઇંચ, 3 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સીઝનનો કુલ 251 તાલુકામાં સરેરાશ 7.65 ઇંચ વરસાદ નોંધાયો છે.
978 માં ધરોઇ ડેમના નિર્માણ સમયે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના 28 ગામ સંપૂર્ણપણે અને 19 ગામ આંશિક ડૂબમાં ગયા હતા. ગત વર્ષે નબળા ચોમાસા અને ચાલુ સિઝને વરસાદી પાણીની આવક નહીં થતાં ધરોઇ ડેમમાં પાણીનું લેવલ સાવ ઘટી ગયું છે. જેને લઇ 4 દાયકા પૂર્વે ડૂબમાં ગયેલા ખેડબ્રહ્મા તાલુકાના ચાંપલપુર ગામનાં અવશેષો દેખાયાં છે.
ડેમના કિનારાથી અઢી કિલોમીટર દૂર 200 વર્ષ જૂની પૌરાણિક વાવ, 150 વર્ષ જૂનું ભગવાન શાંતિનાથ અને વૃષભદેવનું દેરાસર અત્યારે જોઇ શકાય છે. સ્થાનિકોના મતે ઉનાળામાં ડેમમાં પાણીનું લેવલ ઘટે તો વાવ અને જૈન દેરાસર જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન