Gujarat In 35 PS and 35 PA were allotted on temporary basis for new ministers
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવા મંત્રીઓ માટે કામચલાઉ ધોરણે 35 PS અને 35 PA ફાળવી દેવાયા

નવા મંત્રીઓ માટે કામચલાઉ ધોરણે 35 PS અને 35 PA ફાળવી દેવાયા

 | 7:33 am IST
  • Share

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળી લેતાં, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે નવા અસ્તિત્વમાં આવનારા મંત્રીઓના કાર્યાલયોમાં વચગાળાની વ્યવસ્થાના ભાગરૃપે ૩૫ સેક્શન અધિકારીઓને અંગત સચિવની અને એટલી જ સંખ્યામાં નાયબ સેક્શન અધિકારીઓને અંગત મદદનીશની જવાબદારી સોંપી છે.

આ કામચલાઉ વ્યવસ્થા નવા મંત્રીઓ તેમના હોદ્દા ગ્રહણ કરે તે તારીખથી બે માસ માટે અથવા નિયમિત સ્ટાફની નિમણૂક ના થાય ત્યાં સુધી અથવા સંબંધિત નવા મંત્રી ઇચ્છે ત્યાં સુધી અમલમાં રહેશે. આ કામચલાઉ અંગત સચિવો તથા અંગત મદદનીશોને મંગળવારે સંયુક્ત બેઠક યોજી તે તેમની નવી હંગામી લાયેઝનની ડયૂટી સમજાવવામાં આવી છે. 

અગાઉ વિજય રૃપાણીના મંત્રીમંડળના મંત્રીઓના અંગત સચિવો તથા અંગત મદદનીશો તરીકે ૩૬નો સ્ટાફ હતો, જે બધાને જીએડીમાં પાછા સમાવી લેવાયા છે. આ સ્ટાફ માટે નવા મંત્રીઓ ઇચ્છશે તો તેમની નવેસરથી એપોઇન્ટમેન્ટ થઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન