Gujarat In 6 ReSigns From BJP After LokSabhaElection Result
  • Home
  • Election 2019
  • ગુજરાતમાં આ 6 દિગ્ગજ નેતાઓ પોતાના પદેથી આપશે રાજીનામું, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી!

ગુજરાતમાં આ 6 દિગ્ગજ નેતાઓ પોતાના પદેથી આપશે રાજીનામું, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી!

 | 12:49 pm IST

લોકસભા ચૂંટણી ભલે પૂર્ણ થઈ પણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવાનો બાકી છે. હજી લોકસભાની ચૂંટણી પુરી થઇ ત્યાં ગુજરાત ભાજપના 4 ધારાસભ્યો રાજીનામાં આપશે. જેના કારણે તેમની ખાલી પડેલી જગ્યાએ ફરીથી ચૂંટણી થશે.

ભાજપના 4 ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં જીત બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. તેની સાથે રાજ્ય સભાના બે સાંસદોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પણ રાજીનામું આપશે.

ચૂંટણીમાં જંગી લીડ સાથે જીતનાર ભાજપના ચાર સભ્યો પૈકી બનાસકાંઠાથી પરબત પટેલ, પાટણથી ભરતસિંહ ડાભી, અમદાવાદ પૂર્વથી એચ.એસ.પટેલ, પંચમહાલથી રતનસિંહ રાઠોડ પોતાના પદેથી રાજીનામું આપશે. નિયમ મૂજબ 14 દિવસમાં ઉમેદવારોએ રાજીનામું આપવાનું હોય છે. રાજીનામા બાદ ચારેય વિધાનસભાની ફરીથી પેટાચૂંટણી યોજાશે.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાની આપશે રાજીનામા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જંગી લીડ સાથે ગાંધીનગર બેઠક જીતી છે, તો બીજી તરફ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાઁધીને હરાવીને અમેઠી બેઠક પર જીત હાંસિલ કરી છે.

આ બંને નેતાઓ હાલ ગુજરાતમાં રાજ્યસભાના સાસંદ છે. ત્યારે તેઓ લોકસભામાં જીતી જવાથી તેમને રાજ્યસભાના સભ્ય પદ પરથી રાજીનામુ આપવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન