Gujarat In 8 new positive cases of Corona were registered today, the total number 83 reached
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ બન્યું કોરોના વાઈરસનું એપિસેન્ટર, આજે વધુ 8 કેસો નોંધાતા કેન્દ્ર સરકારે હોટસ્પોટ જાહેર કર્યું

અમદાવાદ બન્યું કોરોના વાઈરસનું એપિસેન્ટર, આજે વધુ 8 કેસો નોંધાતા કેન્દ્ર સરકારે હોટસ્પોટ જાહેર કર્યું

 | 10:48 am IST

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદીઓ માટે હાલ એક આંચકારૂપ સમાચાર મળી રહ્યા છે. આજે અમદાવાદમાં કોરોના પોઝિટીવના નવા 8 દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ આંકડો 82એ પોહોંચી ગયો છે. ખાલી અમદાવાદની વાત કરીએ તો કુલ 31 કેસો અમદાવાદના છે. રાજ્યમાં અત્યારસુધી 1586 લોકોના કોરોનાના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.

આજે આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ પોતાના બુલેટિનમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં હાલની પરિસ્થિતિ પર માહિતી આપી હતી. જયંતિ રવિએ ગુજરાતમાં કોરોના પોઝિટીવનો આંકડો જણાવતા જ અમદાવાદીઓ માટે સૌથી મોટા ચિંતાનો વિષય કહી શકાય તેવા ન્યૂઝ સામે આવ્યા છે. 19 હજાર લોકો હોમક્વોરેન્ટાઈ કર્યા હોવાની વાત જણાવી હતી.

કોરોના વાઈરસનું એપિસેન્ટર અમદાવાદ બન્યું છે. અમદાવાદમાં આજે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બન્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયાને કોરોના વાઈરસને પગલે ઉદભવેલી સ્થિતિની માહિતી આપી હતી.

રાજ્યના આરોગ્ય સચિવે લેટેસ્ટ આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના છે. એક 52 વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. બીજા એક 18 વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. એક 45 વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 61 વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાલસ કર્યો હતો. તો અન્ય એક 64 વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ મૃતકોનો આંકડો વધ્યો નથી. મૃતકોની સંખ્યા 6 છે. કોઈને પણ કોરોના જેવા લક્ષણ હોય તો 104 નંબર ઉપર ફોન કરવા અપીલ કરવામાં આવી છે. વિદેશ ટ્રાવેલ કરીને આવ્યા હોય એમના કોન્ટેક્ટમાં હોય તો પણ આ હેલ્પ લાઇન નંબર ઉપર માહિતી આપવા અપીલ છે. હાલ વેન્ટિલેટર ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવાની રાજ્યના આરોગ્ય વિભાગને ફરજ પડી છે. મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે.

અમદાવાદ, રાજકોટ સહિત આ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલશે. વેન્ટિલેટર માટે ૩૦૦૦ ઓપરેટર જોઈએ છે. નંબર 1100 હેલ્પ લાઇનમાં 366 જેટલા કોલ આવ્યા છે. મોટાભાગના કોલ મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા પ્રશ્નના આવ્યા છે. 173 કોલ શારીરિક તકલીફ સંદર્ભે આવ્યા છે. રાજ્ય માટે N95 માસ્ક સહિત 75 લાખ માસ્કનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં દવાનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં લઈ લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન