Gujarat In Bhupendra Patel is the fourth direct leader in the first term of MLA post
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં ધારાસભ્ય પદની પહેલી ટર્મમાં સીધા મુખ્યમંત્રી, ભૂપેન્દ્ર પટેલ ચોથા નેતા, જાણો અગાઉના કયા 3 નેતાઓ વિશે…

ગુજરાતમાં ધારાસભ્ય પદની પહેલી ટર્મમાં સીધા મુખ્યમંત્રી, ભૂપેન્દ્ર પટેલ ચોથા નેતા, જાણો અગાઉના કયા 3 નેતાઓ વિશે…

 | 7:18 am IST
  • Share

ગુજરાતમાં પહેલી ટર્મમાં જ ધારાસભ્ય હોય અને મુખ્યમંત્રી પદ મળ્યું હોય તેવા ભૂપેન્દ્ર પટેલ ચોથા નેતા છે, આ અગાઉ વિજય રૃપાણી, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા હતા. નરેન્દ્ર મોદી ધારાસભ્ય બને તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

મુખ્યમંત્રી બન્યા બાદ વર્ષ ૨૦૦૧માં રાજકોટથી નરેન્દ્ર મોદી પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, એ વખતે કેશુભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી વર્ષ ૨૦૧૫માં ધારાસભ્ય તરીકે પેટા ચૂંટણીમાં રાજકોટ ખાતેથી ચૂંટાયા હતા, એ પછી તેઓ ૨૦૧૬માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

વજુભાઈ વાળા રાજ્યપાલ બનતાં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે રાજકોટમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ અગાઉ શંકરસિંહ વાઘેલા પણ વગર ધારાસભ્ય પદે મુખ્યમંત્રી પદ ધારણ કર્યું હતું અને એ પછી રાધનપુર બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

હવે ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય એવા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેર થયા છે, ધારાસભ્ય તરીકે તેમની આ પહેલી ટર્મ છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મતો તેમણે મેળવ્યા હતા, મતો મેળવવાની સાથે સૌથી વધુ જંગી લીડથી તેઓ ઔજીત્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો