Gujarat In Funny messages ran on social media about traffic rules
  • Home
  • Ahmedabad
  • ‘પતિ-પત્ની સાથે બાળક હોય તો 3 સવારી, બહાર જતા બાળકને BJP કાર્યાલય જમા કરાવો, મેસેજો વાયરલ

‘પતિ-પત્ની સાથે બાળક હોય તો 3 સવારી, બહાર જતા બાળકને BJP કાર્યાલય જમા કરાવો, મેસેજો વાયરલ

 | 8:20 am IST

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ જંગી દંડની જોગવાઈ સામે લોકો સોશિયલ મીડિયા પર સરકારની મજાક ઉડાવવાની સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

નાનું બાળક સાથે હશે તો પણ દંડની જોગવાઈ કરાઈ છે, જેની સામે સોશિયલ મીડિયા ઉપર એવા મેસેજ ફરતા કરાતા છે કે, ‘પતિ પત્ની સાથે બાળક હોય તો ત્રણ સવારી ગણાય, જેથી બહાર જતી વખતે બાળકને નજીકના ભાજપ કાર્યાલયે જમા કરી આવવું.’

  • સુરેન્દ્રનગરના એક ભગતનો મેમો ફાટયો. પાવતી લઈ ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ્ ગયા, સાબ સાબ અમે તો ભાજપને મત આલ્યો છે, કાંઈક ઓછું કરી આપો. સાબ : ઘરે જઈને સૂઈ જાવ. અમને ઈવીએમ સિવાય કોઈએ મત નહીં આલ્યા. ખતરનાક બેઇજ્જતી – કાળો કાયદો.
  • હવેની ગુજરાતી ફિલ્મો- પ્રીત પીયુ ને પીયુસી.
  • હેલમેટ વિના સૂનો ભરથાર.

  • પહેરું તો પહેરું તારી હેલ્મેટ.

  • પંચનાથનું પીયુસી ને હસનવાડીની હેલ્મેટ.

  • મેમા વેરાણાં ચોકમાં

  • વીર મેમાવાળો.

  • હેલ્મેટના નામે વસૂલી જ મુખ્ય આશય છે, જો સરકારને તમારી ચિંતા હોત તો દંડની રસીદ આપવાને બદલે હેલ્મેટ આપી શકતી હતી.

  • ભાજપ સરકાર આવ્યા પછી ખાલી દંડ ભરવામાં જ તેજી આવી છે, બાકી ધંધા તો સફાચટ્ટ કરી નાંખ્યા.

  • જીએસટી તથા નોટબંધીથી ધંધારોજગાર બંધ કરાવ્યા, હવે નવા આરટીઓ કાયદાથી બાઇક પર જતાં નોકરિયાતોને નોકરી પર જવાનું બંધ કરાવશે.

  • વિપક્ષ નેતાની ટ્વિટ- હર હર મેમો, ઘેર ઘેર મેમો, ગાડી છોડો અને ગાડું પકડો

  • વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રવિવારે સાંજે ટ્વિટ કરી લખ્યું હતું કે, ‘હવે ઘરે મેમો, હવે ઘોડા, ગધેડા અને આખલાના ભાવ અઢી ગણા વધશે કારણ કે પેટ્રોલની પીડા, પાર્કિંગનો પ્રશ્ન, હેલ્મેટની હોળી, ટોલટેક્સનો ત્રાસ, પીયુસીની પરવાનગી, રોડની રમખાણ, સિગ્નલ અને ગતિ મર્યાદાની મોકાણમાંથી મુક્તિ માટે માત્ર એક જ ઉપાય. ગાડી છોડો અને ગાડં પકડો. અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, હર હર મેમો, ઘરે ઘરે મેમો’. વિપક્ષ નેતાએ બળદ ગાડું પણ ચલાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન