Gujarat In Heavy Rain Forcast For Next 48 Hours in Nourth Gujarat
  • Home
  • Featured
  • ફરીથી ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

ફરીથી ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

 | 3:21 pm IST

રાજ્યમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસશે. આગામી 48 કલાક દરમિયાન દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં પણ આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની સાથે સાથે કાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 45થી 65 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરતાં સારો વરસાદ પડતાં પાણીનું સંકટ દૂર થયું છે.

મધ્ય ગુજરાત,સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અપાયુ છે. ઉત્તર પૂર્વનું ડિપ ડિપ્રેશન લો પ્રેશરમાં ફેરવાશે. હાલમાં વરસાદની સિસ્ટમ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફ છે. ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધે છે. સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતતી શરૂ થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાને પગલે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

હજુ પણ ઓગસ્ટ મહિનો બાકી હોવાથી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ચોમાસાની સિઝનનો રાજ્યમાં 83 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જે ગત વર્ષની સરખામણી કરતાં વધારે છે. ભારે વરસાદથી અનેક નદી-નાળા અને તળાવો તેમજ જળાશયો ભરાઈ જતાં ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ચૂક્યા છે અને આવનારી શિયાળુ અને ઉનાળું સિઝનમાં સારો પાક લઈ શક્શે તેવી આશા બળવત્તર બની છે.

દરમિયાન બનાસકાંઠામાં આજે એક અઠવાડિયાના વિરામ બાદ સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ડીસા, વાવ, અમીરગઢ, લાખણી સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. આજે સાબરકાંઠા જિલ્લામાં ઈડર, ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજ, પોશીના, વડાલી, વિજયનગર, હિંમતનગરમાં 1 ઈંચથી લઈને 4 મિ.મી. સુધી વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી ઝાપટા પડ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન