Gujarat in Heavy Rainfall Forecast Over The Next Four Days in South Guja
  • Home
  • Ahmedabad
  • અંબાલાલે ગુજરાતના આ વિસ્તારોને લઇને કરી દીધી મોટી આગાહી, જાણો કંઇ તારીખે ક્યા વરસાદ પડશે

અંબાલાલે ગુજરાતના આ વિસ્તારોને લઇને કરી દીધી મોટી આગાહી, જાણો કંઇ તારીખે ક્યા વરસાદ પડશે

 | 10:12 am IST

રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાને કારણે ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, દાહોદ, છોટઉદેપુરમાં પવનની સાથે ભારે વરસાદની આગાહી છે. જોકે અમદાવાદમાં આજે વહેલી સવારથી મેધરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં 9 અને 10 ઓગસ્ટનાં રોજ અમદાવાદમાં 100થી 150 મીમી એટલે કે 5થી 8 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા દર્શવવામાં આવી છે. આ સાથે 25થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

રાજ્યમાં આગામી 24 કલાકમાં તોફાની પવન સાથે ભારે વરસાદના યોગ છે. મધ્ય ગુજરાતથી લઈ અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન 35થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.

તા. 9મી ઓગસ્ટે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

તા.10મીએ ઉપરોક્ત વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, પોરબંદર, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તા.11 અને 12મીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે 9 ઓગસ્ટની મોડી રાત્રે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં હળવોથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ગાંધીનગરમાં મધ્યમથી અતિભારે વરસાદની વકી છે.

ઉત્તર છત્તીસગઢ ઉપરનું ડીપ્રેસન મધ્યપ્રદેશ તરફ આગળ વધ્યું છે. હવે આગામી બે દિવસમાં તે વેલમાર્ક્ડ લો પ્રેસરમાં એટલે કે ભારે વરસાદ લાવે તેવી સીસ્ટમમાં ફેરવાઈને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનુ હોય તેની અસર રૂપે સૌરષ્ટ્ર, મધ્ય, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન ખાતાએ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન