gujarat in-heavy-rains-forecast-in-next-24-hours
  • Home
  • Videos
  • આગામી 24 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ, જાણો ક્યાં પડશે ભારે વરસાદ

આગામી 24 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ, જાણો ક્યાં પડશે ભારે વરસાદ

 | 11:15 am IST

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની કરી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. બનાસકાંઠાના દિયોદરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સુરેંદ્રનગર, ડાંગ, તાપી સહિતના જિલ્લામાં મન મુકીને મેધરાજા વરસી શકે છે. લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા હતા.

રાજકોટ સહિત ધોરાજી અને જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાપી,કપરાડા, ધરમપુર સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંકક પ્રસરી હતી. સુરતના અઠવાગેટ, મજુરા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.