Gujarat in Isolation Facility's 3000 bed radius will be ready for another 2900 in ten days
  • Home
  • Ahmedabad
  • ગુજરાતીઓએ તો ચીનને પણ પછાડ્યું, કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારના એડીચોટીના જોરે હવે 10 દિવસમાં તૈયાર કરાશે આ સુવિદ્યા

ગુજરાતીઓએ તો ચીનને પણ પછાડ્યું, કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારના એડીચોટીના જોરે હવે 10 દિવસમાં તૈયાર કરાશે આ સુવિદ્યા

 | 8:00 am IST

કોરોના વાઇરસ ને ફેલાતો રોકવા અને તેની સામે લડવા માટે રાજ્ય સરકારે એડીચોટીનું જોર લગાવી રહી છે. હાલ તો રાજ્ય સરકારે આઈસોલેશનની સગવડતા સાથે ૩૦૦૦ પથારીઓની સુવિધા કરી લીધી છે. જેથી કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી શકાય.

રાજ્ય સરકારના અધિકારીનું કહેવું છે કે આ સુવિધા ઉપરાંત રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે તમામ જિલ્લાની હોસ્પિટલમાં આઈસીયુ અને આઈસોલેશનની સગવડતા સાથે ૨૯૦૦ બેડની સુવિધા આગામી દસ દિવસમાં તૈયાર થઈ જશે.

અમદાવાદ-ગાંધીનગરમાં કોરોના વાયરસ સામે લડવા માટે બનેલી રિસ્પોન્સ ટીમ ના ઇન્ચાર્જ અને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી નું કહેવું છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટપણે સૂચના આપેલી છે કે કોરોના વાયરસને નાથવા માટે જરૂરી તમામ સુવિધા ઊભી કરવામાં આવે.

સમગ્ર રાજ્યમાં અમદાવાદ જિલ્લો એ સૌથી વધુ અસરગ્રસ્ત છે. તેથી અહીં કોરોના વાયરસના દર્દીઓ માટે ૧૨૦૦ પથારીઓની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત અને સોલા સિવિલ હોસ્પિટલમાં પણ તમામ સુવિધા સાથે એક-એક હજાર પથારીઓ તૈયાર છે. આ જ રીતે રાજકોટની હોસ્પિટલમાં ૫૦૦ પથારીઓ અને વડોદરામાં ૨૦૦ પથારીઓને તૈયાર રાખવામાં આવેલી છે.

રાજ્યના બાકીના ૨૯ જિલ્લાઓની હોસ્પિટલમાં તમામ જરૂરી સાધનો સાથે ૧૦૦ પથારીઓની સુવિધા આગામી દસ દિવસમાં કાર્યરત થઇ જશે. આ તમામ જિલ્લાઓમાં આઈસીયુ અને આઈસોલેશનની સુવિધાઓ પણ કાર્યરત બની જશે.

આ ઉપરાંત, રાજ્ય સરકાર બીજી અન્ય યોજનાઓ પણ અમલમાં મૂકી રહી છે. જેથી, કોરોના વાઇરસ સામે વધુ સજ્જતાથી લડી શકાય. રાજ્યમાં કોરોના વાઇરસ નો ફેલાવો ઘટાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જોકે શહેરોમાં મજૂરી કે અન્ય કામ કરતા લોકો ડરના માર્યા ગામડાઓમાં ગયા છે જેના લીધે કોરોના નો ચેપીરોગ ગામડાઓમાં ફેલાય તેવો પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન