Gujarat In Modules arranged to establish inspired caliphate in Jambusar forest
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં જંબુસરના વનમાં ISIS પ્રેરિત ખિલાફત સ્થાપવા મોડયૂલ ગોઠવાયેલા, બેંગ્લુરૂની કોર્ટમાં NIAની ચાર્જશીટમાં ઘટસ્ફોટ

ગુજરાતમાં જંબુસરના વનમાં ISIS પ્રેરિત ખિલાફત સ્થાપવા મોડયૂલ ગોઠવાયેલા, બેંગ્લુરૂની કોર્ટમાં NIAની ચાર્જશીટમાં ઘટસ્ફોટ

 | 7:48 am IST
  • Share

ભારતમાં ખાસ કરીને ગુજરાત, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં હિંસા ફેલાવી ખિલાફતની સ્થાપના કરવાના બદઈરાદે ઈસ્લામિક સ્ટેટ  પ્રેરિત ત્રાસવાદીઓએ આ ત્રણે રાજ્યોમાં આતંકવાદી મોડયુલ ગોઠવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બેંગલુરુની એક સ્પેશિયલ કોર્ટમાં ફાઈલ કરેલી પુરક ચાર્જશીટમાં કર્યો છે.

ગુજરાતમાં જંબુસરના જંગલોમાં મુસ્લિમ યુવાનોને રિક્રુટ કરી જેહાદી પ્રવૃત્તિની તાલીમ આપવામાં આવતી હોવાની ય માહિતી આપવામાં આવી છે. આ આખા ષડયંત્રને પાર પાડવા વિદેશમાં રહેલા આઈએસના હેન્ડલર્સ ડાર્ક વેબનો ઉપયોગ કરીને સંદેશાવ્યવહારોની આપ-લે કરતા હોવાનો ય ઘટસ્ફોટ થયો છે.

જંબુસર ઉપરાંત પિૃમ બંગાળના બર્દવાન અને મહારાષ્ટ્રના રત્નાગિરીમાં આઈએસઆઈએસના વિચારધારા ફેલાવવા માટે નક્કી કર્યુ હતુ. જેમાં આઈએસઆઈએસ દ્વારા મુંબઈમાં હથિયારો અને દારૃગોળો એકત્રિત કરવા અને સપ્લાય કરવાનું મોટું કાવતરું પણ ઘડવામાં આવ્યુ હતુ.

એનઆઈએ દ્વારા બેંગલુરુમાં વિશેષ અદાલતમાં શિહાબુદ્દીન સામે ફઈલ કરાયેલી પૂરક ચાર્જશીટમાં ગુજરાત સહિત ત્રણ રાજયોમાં કેવી રીતે આઈએસઆઈએસનો ફેલાવો કરવો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અફ્ઘાનિસ્તાન સંકટને પગલે એનઆઈએએ આઈએસઆઈએસના ૨૫ શંકાસ્પદોની ઓળખ કરી છે.

જેઓ અફ્ઘાનિસ્તાનમાં હોવાનું માનવામાં આવે છે અને તેઓ ભારતીયોની ઓનલાઇન ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેંગલુરુ આઇએસઆઇએસ મોડયુલમાં વિદેશી હેન્ડલરની ઓળખ હજુ સુધી સ્થાપિત થવાનું બાકી છે પણ તે ‘ભાઈ’ હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન