Gujarat In Navali Navratri Garba Will Not Be Allowed if There is No Parking Fire Safety
  • Home
  • Featured
  • નવરાત્રીને લઇને ખૈલેયાઓ તૈયાર, પણ આયોજકો ખાસ વાંચે આ અહેવાલ, આ 23 ડોક્યુમેન્ટ નહીં હોય તો…

નવરાત્રીને લઇને ખૈલેયાઓ તૈયાર, પણ આયોજકો ખાસ વાંચે આ અહેવાલ, આ 23 ડોક્યુમેન્ટ નહીં હોય તો…

 | 10:56 am IST

ગુજરાતમાં નવલી નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓની સાથે આયોજકોએ પણ તૈયારીઓ આરંભી દીધી છે. નવરાત્રીને માંડ 10 દિવસ બાકી છે અને વરસાદનો પણ વર્તારો છે તેમ છતાં ખેલૈયાઓ રોકાવાનું નામ લઇ રહ્યા નથી. જો કે, આ વખતે નવરાત્રીને લઇને પોલીસ થોડી એક્શનમાં દેખાઇ રહી છે. એટલે કે આયોજકોએ કોઇ પાર્ટી પ્લોટમાં ગરબા કરવા હશે તો તેમને મંજૂરીની સાથે સાથે 23 એવા ડોક્યુમેન્ટ છે, જેની ખાસ તકેદારી રાખવી પડશે.

ખાસ કરીને જે તે સ્થળએ પાર્કિંગ માટેની જગ્યાનું માપ, વ્હીકલની કેપેસિટી, નવરાત્રીમાં ભાગ લેનારા અને જોનારા લોકોની સંખ્યા, સીસીટીવી ઉપરાંત ફાયર સેફટી માટેની શું વ્યવસ્થા છે તે સહિતની વિગતો માંગી છે. આ વિગતો અથવા તો લાગતા-વળગતા ડિપાર્ટમેન્ટની એનઓસી નહીં લેનારા આયોજકને રાસ-ગરબા માટેની મંજૂરી આપવામાં આવશે નહીં. ગરબા મેદાન ઉપર ફાયર સેફટી તથા સીસીટીવી સહીતની સુરક્ષાની પુરતી વ્યવસ્થાનું આયોજન કરવા માટે મોટા ગરબા આયોજકોને સૂચના આપવામાં આવી છે.

મોટા પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય છે. તેમણે વિશેષ કાળજી રાખવી પડશે. એન્ટ્રી એક્સીટ પોઈન્ટ ઉપર ઉપરાંત પાર્કિંગમાં હાઈરીઝોલ્યુશનવાળા સીસીટીવી ફરજીયાત રાખવાના રહેશે. જે રેકોર્ડિંગ રોજે રોજ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં રજુ કરવાનું રહેશે. ગરબા મેદાન ઉપર કામ શરુ થાય ત્યારથી પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે. ફાયર ફાઈટરને સ્ટેન્ડ બાય રાખવાના રહેશે ઉપરાંત ફાયર સેફીટના સાધનોની વ્યવસ્થા રાખવાની રહેશે.

એન્ટ્રી એક્સીટવાળા રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. જવલંતશી પ્રવાહી ભરેલા કારબા બેઠક વ્યવસ્થા અને લોકોની અવર જવરથી દૂર રાખવાના રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રી મહોત્સવના આડે હવે માંડ દસ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે શહેરના વિવિધ નાના- મોટા ગરબા આયોજકો અને સંગઠનો દ્વારા વિવિધ સ્તરે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના ભાગરૃપે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જો કે, આ ગાળામાં પોલીસ તંત્રએ ગરબે રમતા ખૈલાયાઓ અને ગરબા જોવા આવતાં રસીકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ આયોજન કર્યું છે. એટલું જ નહીં સુરક્ષા અને સલામતીમાં કયાંય કોઇપણ પ્રકારની કચાશ રહી ન જાય તેની રાખવામાં આવી રહી છે.

આયોજકો માટે મંજૂરી માટેના 23 ડોક્યુમેન્ટ:
જગ્યા ભાડે લીધી હશે તો તેના માલિકનો પુરાવો રજૂ કરવો પડશે
આયોજકનું નામ – સરનામું – મોબાઈલ નંબર- આઈડી પ્રૂફ – આધાર કાર્ડ
પાર્કિંગના એરિયાનું માપ – લંબાઈ – પહોળાઇ
પાર્કિંગમાં કેટલા ટૂ વ્હીલર – ફોર વ્હીલર સમાઇ શકશે તેની વિગત
પાર્કિંગ એરિયા પોતાનો છે કે ભાડે છે (ભાડા ચિઠ્ઠીની વિગત)
પાર્કિંગ એરિયા કાર્યક્રમના સ્થળથી કેટલું દૂર છે તેની વિગત
પાર્કિંગમાં વાહનોનું ધ્યાન રાખવા શું વ્યવસ્થા છે તેની વિગતો
વીમા પોલિસીની વિગત
ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની જરૂરિયાત જણાય તો તેની વિગત
આયોજકે ડોક્ટર – એમ્બુલન્સની વ્યવસ્થા કરી છે કે નહીં? તેની વિગત
પીવાના પાણી અને સ્વચ્છતાની શું વ્યવસ્થા છે તેની વિગત
પ્રાઈવેટ સિક્યુરિટીની વિગત (મહિલા – પુરુષ સિક્યુરિટી સંખ્યા)
આગ – અકસ્માતને પહોંચી વળવા શું વ્યવસ્થા છે?
ફાયર સેફ્ટી અંગેનું કોર્પોરેશનનું પ્રમાણપત્ર રજૂ કરવું
ઈલેક્ટ્રિક ફિટિંગ અંગેનું ગવર્નમેન્ટ ઓથોરાઈઝ ઈલેક્ટ્રિશિયનનું પ્રમાણપત્ર
જનરેટરની વ્યવસ્થા કરેલ છે કે નહીં? તેની વિગત
સીસીટીવી કેમેરા ક્યાં – કેટલા લગાવ્યા છે? તેની વિગત
સાઉન્ડ સિસ્ટમ વાળા વ્યક્તિના નામ – સરનામાના પુરાવો
કાર્યક્રમમાં આવનારી મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા છે તેની વિગત
રાસ – ગરબાના કાર્યક્રમના સ્થળનું સરનામું
જગ્યા ભાડે આપ્યાનો પુરાવો ( જગ્યા માલિકનું નામ – સરનામું)
રાસ – ગરબામાં આવનારા વ્યક્તિઓની સંખ્યા
ટિકિટનો દર (જીએસટી નંબર ની વિગતો)
પાર્ટી ગ્રાઉન્ડ – પ્લે ગ્રાઉન્ડની લંબાઈ – પહોળાઇ

આ પણ જુઓ વીડિયો: સરકારી વાહનો અને તેમના ડ્રાઈવરોને કાયદો લાગુ નથી પડતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન