Gujarat In Rain Re Entry With Heavy Winds in north gujarat And Saurashtra
  • Home
  • Featured
  • ઉ. ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં કેવો વરસાદ પડ્યો

ઉ. ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં કેવો વરસાદ પડ્યો

 | 8:51 am IST

રાજ્યમાં બાફ અને અસહ્ય ઉકળાટ બાદ આખરે શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થતાં લોકોએ રાહત અનુભવી હતી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર, ડીસા, અંબાજી, સાબરકાંઠા-અરવલ્લી તેમજ મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો.

મધ્ય ગુજરાતમાં દાહોદ, લીમખેડા, ફતેપુરા, સંજેલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. અમરેલી તેમજ ભાવનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો.જે વિસ્તારોમાં અગાઉ વાયુ ઈફેક્ટથી વરસાદ પડયો હતો ત્યાં ખેડૂતોએ વાવણી કરી હતી તેવા વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.

છેલ્લા કેટલાક સમયથી ગરમી અને ઉકળાટથી બફારાનો અનુભવ કરતાં લોકોને વરસાદથી રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મધ્ય ગુજરાતના ઝાલોદ અને દાહોદ પંથકમાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. પવનના કારણે અનેક ઠેકાણે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર, ડીસા, અંબાજી, સાબરકાંઠા-અરવલ્લી તેમજ મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. મધ્ય ગુજરાતમાં દાહોદ, લીમખેડા, ફતેપુરા, સંજેલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ગોંડલ, ભાવનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો. મધ્ય ગુજરાતના ઝાલોદ અને દાહોદ પંથકમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી છાપટાં પડ્યાં હતાં.

રાજ્યમાં આજથી 3 સુધી સારા વરસાદની આગાહી
અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર રાજ્યમાં સારો વરસાદ લાવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં ઉકળાટ વચ્ચે ઝાપટું
અમદાવાદ: શહેરમાં શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે બાફ અને ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા હતા. લોકો સારો વરસાદ પડે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.સમી સાંજે કેટલાક વિસ્તારમાં ઝાપટું પડયું હતું.

વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ગઇકાલે વડોદરામાં એક કલાકથી વધારેનો સમય વરસાદ વરસ્યો હતો. વડોદરામાં 30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા બાદ શહેરના હરણી, ન્યાય મંદિર, ચાર દરવાજા, રાજમહેલ રોડ, સહિતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા- ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. હાલોલ, કાલોલ, સંજેલી, સુખસર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેના કારણે વાતાવરમમાં ઠંડક પ્રસરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન