Gujarat In Sardar Sarovar Dam Reaches On 133.40 Meter Highest Level
  • Home
  • Featured
  • ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર, આ વર્ષ રહેશે કંચન સમાન, જાણો તેના પાછળનું કારણ

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર, આ વર્ષ રહેશે કંચન સમાન, જાણો તેના પાછળનું કારણ

 | 12:25 pm IST

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઐતિહાસિક રીતે આજે ફરી એક વખત વધારો થયો છે. હાલ ડેમની સપાટી 133.40 મીટર પહોંચી ગઇ છે. તે સાથે નર્મદા ડેમમાં 1.44 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમમાંથી 53 હજાર ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ફરી એક વખત ઐતિહાસિક રીતે વધતા કેવડિયાનો ગોરા બ્રિજ 7 દિવસ બાદ ખુલ્લો કરાયો છે. આ ડેમમાં 4115 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. આ ડેમમાં RBPH અને CHPHના પાવર હાઉસ યુનિટ ચાલુ

જોકે હવે ધીરે ધીરે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો છે. આજે માત્ર 5854 ક્યૂસેક પાણીની આવક હાલ ડેમમાં 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. સરદાર સરોવરમાં 9460 એમ.સી.એમ. સ્ટોરેજ ક્ષમતા સામે ડેમમાં 3370 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

મહત્વનું છે કે ગત 31મી મેના રોજ પાણીનો જથ્થો 4930 એમ.સી.એમ. હતો. અઢી મહિનામાં પાણીના જથ્થામાં ઘણો વધારો થયો છે. ડેમમાં દરવાજા મૂકાયા પછી આ પ્રથમ ચોમાસું એવું છે જેમાં સતત દરવાજા ખોલવામાં આવી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન