Gujarat In Stormy innings of Heavy rain, high alert on 36 Gujarat dams: 23 dams completely flooded
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવો ભરપૂર: ગુજરાતમાં વરસાદની તોફાની ઈનિંગ, 36 ડેમ પર હાઈ એલર્ટ, 23 ડેમ સંપૂર્ણ છલકાયા

ભાદરવો ભરપૂર: ગુજરાતમાં વરસાદની તોફાની ઈનિંગ, 36 ડેમ પર હાઈ એલર્ટ, 23 ડેમ સંપૂર્ણ છલકાયા

 | 8:10 am IST
  • Share

ગુજરાતમાં વરસાદ પડતાં ૨૦૭ ડેમો પૈકી ૨૩ ડેમો સંપૂર્ણ છલકાયા છે, અઠવાડિયા ૫હેલા ગુજરાતમાં માંડ ૪ ડેમો ૧૦૦ ટકા ભરાયેલા હતા, એટલું જ નહિ પરંતુ રાજ્યમાં વરસાદની તોફાની ઈનિંગને પગલે ૩૬ ડેમો એવા છે જેમાં ૯૦ ટકા કરતાં વધુ પાણી ભરાયું છે, ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

નીચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોને સ્થળાંતરની કામગીરી કરવા માટે પણ તંત્રે સૂચના આપી છે. સરદાર સરોવર ડેમને બાદ કરતાં ગુજરાતના ૨૦૬ ડેમોમાં ૬૮.૧૭ ટકા પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે સરદાર સરોવર ડેમ સહિત ૨૦૭ ડેમમાં ૬૨.૨૬ ટકા પાણી સંગ્રહ થયું છે.

નર્મદા અને કલ્પસર વિભાગના ૧૩મી સપ્ટેમ્બરના સોમવારની સ્થિતિના રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમો પૈકી ૨૦ ડેમોમાં ૧૦૦ ટકા પાણી ભરાયું છે, રાજકોટમાં આજીના નીચાણ વાળા ૧૧૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ડેમોમાં ૫૧.૩૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ત્યાંના ૧૩ ડેમોમાં ૮૮.૯૫ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે, બીજી બાજુ કચ્છના ૨૦ ડેમોમાં હજી માંડ ૨૩.૯૪ ટકા જ પાણી છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૪૯.૩૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે, ૧૭ પૈકી એક ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે.

ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં અઠવાડિયા પહેલાં માંડ ૨૩ ટકા આસપાસ જ પાણીનો સંગ્રહ થયો હતો, જોકે વરસાદને પગલે ૨૭.૯૮ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન