Gujarat In Tribal Dangling Bodies Demand Justice As Part of Chadotaru Tradition
  • Home
  • Featured
  • ગુજરાતના આ ગામમાં 6 મહિનાથી ઝાડ પર ઝૂલી રહ્યા છે મૃતેદહ, જાણો ચડોતરૂ’ પરંપરા વિશે

ગુજરાતના આ ગામમાં 6 મહિનાથી ઝાડ પર ઝૂલી રહ્યા છે મૃતેદહ, જાણો ચડોતરૂ’ પરંપરા વિશે

 | 11:20 am IST

ગુજરાતનું આદિવાસી ગામ ટાઢી વેદીમાં એક મૃતદેહ છેલ્લા 6 મહિનાથી લીમડાના એક ઝાડ પર લટકાયેલો છે. ચાદરમાં લપેટેલો મૃતદેહ ભાતિયાભિયા ગામરનો છે, જેમનું જાન્યુઆરી મહિનામાં શરૂઆતમાં રહસ્યમય પરિસ્થિતિઓમાં મોત થયું હતું. આ ગામ સાબરકાંઠા જિલ્લાના પોશિના તાલુકામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી 2 કિલોમીટર દૂર છે. ગામરનો મૃતદેહ ઝાડ સાથે લટકાવ્યા બાદ તેના સંબંધીઓ પહેલાની જેમ પોતાની રોજિંદી જિંદગી જીવી રહ્યા છે.

22 વર્ષના ગામરનો મૃતદેહ સૌથી પહેલા પોશિના નજીક એક ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. તેના પિતા મેમનભાઇ માની ચૂક્યા છે કે, તેને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ ગામરના બાકી સંબંધીઓનું માનવું છે કે તેની હત્યા કરવામાં આવી છે. તેમના મતે, ગામર જે યુવતીને પ્રેમ કરતો હતો, તેના જ પરિવારે તેમની હત્યા કરી નાખી હતી.

ગામરનો પિતરાઇ ભાઇ નિમેશે જણાવ્યું કે, મૃતદેહ પર મારપીટના નિશાન જોવા મળ્યા છે. તેના ચહેરા પર ભારે વજનથી હુમલો કરવામાં આવ્યો હતો. યુવતીના પરિવારજનોએ ગામરને ચેતવણી આપી હતી કે, જો તે તેમની છોકરી સાથે રિલેશન ચાલું રાખશે તો તેનું પરિણામ ભારે ચૂકવવું પડશે.

6 મહિનાથી ઝાડ પર લટકાવેલો છે યુવકનો મૃતદેહ
ગામરનો મૃતદેહ જમીનથી લગભગ 15 ફૂટ ઉંચાઇએ લટકાવેલો છે. ગામરના એક કાકી રાયમાબેન કહે છે કે, આ દ્દશ્ય કદાચ કોઇને પણ વિચલિત કરી શકે છે, કારણ કે આ વિસ્તાર સૂમસામ છે. પરંતુ આ વિસ્તારોમાં લોકો આ રીતે ન્યાયની માંગ કરી રહ્યા છે.

પ્રાથમિક તપાસમાં હત્યાના સંકેત મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને કેસ દાખલ કર્યો હતો. પરંતુ પરિવારજનોને પોલીસ તપાસમાં કોઇ લેવા દેવા નથી, તેમને સમાજના ન્યાય પર ભરોસો છે. રાયમાબેન જણાવે છે કે, જેણે પણ આ કૃત્યને અંજામ આપ્યું છે તેને આગળ આવવું જોઇએ અને પરિણામનો સામનો કરવો જોઇએ. ત્યાં સુધી મૃતદેહ ઝૂલતો રહેશે અને ન્યાય માટે બૂમો પાડતો રહેશે.

ચડોતરૂ’ નામથી જાણીતી છે આ પરંપરા
પોશિના, ખેડરહમા, વડાલી અને વિજયનગરના આદિવાસી વિસ્તારોમાં ન્યાય માંગવાની આ પરંપરા ચડોતરૂ નામથી જાણીતી છે, જે પેઢીઓથી ચાલી આવે છે. આ પરંપરા હેઠળ કોઇ ગુનાહિત મોત, જેમાં હત્યાની શંકા હોય હોય, આવી ઘટનાઓમાં આરોપીઓ પાસેથી વળતરની ચૂકવણીની માંગ કરવામાં આવે છે. જે પૈસા મળે છે, તેને પીડિત પરિવાર અને સમુદાયના નેતાઓમાં વહેંચી નાખવામાં આવે છે. આ પરંપરા ડુંગરી ગરાસિયા ભીલ આદિવાસીઓમાં પ્રચલિત છે, જે દેશના ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમથી વધુ આ પરંપરાને પસંદ કરે છે.

શું છે ન્યાયની ચડોતરૂ પરંપરા?
ચડોતરૂની શરૂઆત ત્યારે થાય છે, ત્યારે એક પક્ષ બીજા પક્ષના આરોપી જાહેર કરે છે. ત્યારબાદ બન્નેના પરિવારજનો વાતચીત કરવા માટે સમાજના આગેવાનો પાસે પહોંચે છે. આ આખી પ્રક્રિયા પુરી થયા બાદ વળતરનો 10 ટકા ભાગ બુઝુર્ગોને મળે છે. વળતર નક્કી કરવામાં સંબંધિત પક્ષની આર્થિક ક્ષમતા, સામાજિક હેસિયત વગેરેનું ધ્યાન રાખવામાં આવે છે. ઘણીવખત રૂપિયાની માંગ 50-60 લાખથી શરૂ થાય છે જે 5-6 લાખે પહોંચી શકે છે. વાતચીતની પ્રક્રિયા પુરી થયા બાદ વળતરની રકમમાંથી ગોળ પણ ખરીદવામાં આવે છે, જ્યાં ત્યાં ઉપસ્થિત તમામ લોકોમાં વહેંચવામાં આવે છે.

સદોશી ગામમાં એક અઠવાડિયાથી ઘરમાં રાખેલો છે યુવકનો મૃતદેહ
સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ રીતે એક બીજો મૃતદેહ અંતિમ સંસ્કારની રાહ જોઇ રહ્યો છે. દાંતાના નજીક સદોશી ગામમા રાહુલ ડાભી ગત અઠવાડિયે એક બાઇકના પાછળ બેંસીને જઇ રહ્યો હતો, ત્યારે રોડ અકસ્માતમાં તેનો શિકાર થયો હતો. ડાભીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. હવે તેમના પરિવાર જનો બાઇક ચલાવી રહેલા વ્યક્તિ પાસેથી વળતરની માંગ કરી રહ્યા છે અને ડાભીના મૃતદેહને પોતાના ઘરમાં સુરક્ષિત રાખ્યો છે.

પોલીસ કરી રહી છે કોશિશ, કે આદિવાસીઓ આ પરંપરા છોડે
પોલીસ આદિવાસીઓની આ પરંપરામાંથી બહાર નીકળે તેના માટે ઘણી વખત કોશિશ કરી ચૂકી છે. જો કે, પોલીસ માટે આ ઘણું મુસ્કેલ અભિયાન છે. સાબરકાંઠા જિલ્લા એસપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, અમે જ્યારે પણ આ પ્રકારના કૃત્યની જાણકારી મળેછે તો અમે એક્શન લઇએ છીએ. પરંતુ આ એક મોટો પડકાર છે કારણ કે આદિવાસી સમાજ પેઢીઓથી આ પરંપરાનું પાલન કરતા આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન