Gujarat In Uttarayan Accident Boy Died In Vadodara And Ahmedabad
  • Home
  • Featured
  • ગોઝારી ઉત્તરાયણ: રાજ્યમાં કેટલીક જગ્યાએ તહેવાર માતમમાં ફેરવાયો, 2નાં મોત, ડઝનનાં ગળાં કપાયા

ગોઝારી ઉત્તરાયણ: રાજ્યમાં કેટલીક જગ્યાએ તહેવાર માતમમાં ફેરવાયો, 2નાં મોત, ડઝનનાં ગળાં કપાયા

 | 4:12 pm IST

ઉત્તરાયણની મજા સમગ્ર ગુજરાત કરી રહ્યું છે ત્યારે કેટલીક જગ્યાએ તહેવાર માતમમાં ફેરવાયેલો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તરાયણની મોજ મસ્તી અકસ્માતોમાં મોત થવાની ઘટનાઓ બની છે. અમદાવાદ અને વડોદરા શહેરમાં અત્યારસુધીમાં અકસ્માતે બે યુવાનનાં મોત થઈ ગયા છે.

રાજ્યમાં કેટલીક બનેલી ઘટનાઓના લેખાજોખા
વડોદરામાં પતંગ લેવા જતા સાતમાં માળેથી યુવક પટકાતા મોતને ભેટ્યો હતો. ત્યારે આવા અનેક બનાવો બન્યા જેમાં પટકાવાથી ઇજાઓ પહોંચી છે. ભરૂચમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન અકસ્માત સર્જાયો છે. નારાયણનગરમાં 10 વર્ષીય બાળકી ધાબા પરથી પટકાઈ હતી. અંકલેશ્વરમાં 10 વર્ષનો બાળક ધાબા પરથી પટકાયો હતો.

બીજી તરફ વડોદરામાં પતંગ ચગાવતા યુવક સાતમાં માળેથી પટકાતા મોતને ભેટ્યો. મક્તમપુર રોડ પર બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. દોરીથી યુવકનું ગળુ કપાતા સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે ઝઘડિયાના નાના સાંજા ગામમાં યુવતીને કરંટ લાગ્યો છે. આ ઘટનામાં ડી.જે. સ્પીકર ચાલુ કરવા જતાં યુવકીને કરંટ લાગ્યો છે.

હવે અમદાવાદ શહેરની વાત કરીએ તો, અમદાવાદમાં પતંગની દોરીથી બચવા જતા બે બાઇક વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું મોત થયું છે. અમદાવાદના અકસ્માતમાં એક વાહન ચાલક પાછળ બેસેલા વ્યક્તિના હાથમાં રહેલો થેલો પડી જતા તેમાંથી બિયરના ટીન પણ પછડાયા હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં 108ને રાજ્યભરમાંથી 1305 ઇર્મજન્સી કોલ મળ્યા હતા.

108ને 12 વાગ્યા સુધીમાં 1035 ઇર્મજન્સી કોલ મળ્યા
ઉલ્લેખનીય છે કે 12 વાગ્યા સુધીમાં 108ને સમગ્ર રાજ્યમાંથી 1305 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 108નો એક કેસ વધારે સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમમાં બે વ્યક્તિના મોતનાં સમાચાર છે.

ડઝન જેટલા લોકોના ગળા કપાયા!
રાજ્યમાં ગઈકાલે સાંજથી લઈને આજ બપોર સુધી ઘટેલી જુદી જુદી ઘટનામાં પતંગની કાતિલ દોરીના કારણે એક ડઝન જેટલા લોકોનાં ગળ કપાયા છે. ચાઇનીઝ દોરીએ અને કાતિલ માંઝાએ રાજ્યમાં અનેક ઘરોમાં ઉત્તરાયણને માતમમાં બદલી નાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન