Gujarat In Weather Department Says Summer Will Start From 21st February
  • Home
  • Featured
  • હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ગુજરાતભરમાં ક્યારથી શરૂ થવાની ગરમી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ગુજરાતભરમાં ક્યારથી શરૂ થવાની ગરમી

 | 3:16 pm IST

હાલમાં શિયાળાની ઋતુ હોવા છતાં જે પ્રકારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે પ્રકારનો હવામાન પલટો આવતા સપ્તાહે પણ આવશે. 18મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠેર ઠેર વાદળછાયું વાતાવરણ રહે, ઠંડા પવનો ફૂંકાવા છતાં દિવસે મહત્તમ તાપમાન વધે અને ગરમીનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના છે.

21 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં ગરમીની શરૂઆત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યનું તાપમાન 35 ટકાથી વધુ થાય તેવી સંભાવના છે. ગયા વર્ષે માર્ચના પહેલા અઠવાડિયામાં ગરમી શરૂ થઈ હતી. ત્યારે ગરમીની શરૂઆત સાથે 21 ફેબ્રુઆરીએ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે તેવુ વિભાગનું કહેવું છે.

આ ઉપરાંત, આ મહિનાના અંત ભાગમાં જાણે ઉનાળો જામી ગયો હોય તેવો અનુભવ થશે, રાજ્યના અનેક સ્થળોએ મહત્તમ તપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉંચુ જાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવામાન કથળે, તા. 26થી 29 દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળો આવે અને ક્યાંય કમોસમી વરસાદના હળવા છાંટા પડે.

પણ 25થી 28 દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હીમવર્ષા અને કરા પડવાની ય શક્યતા છે. હજુ પણ આ પ્રદેશોમાં વરસાદ થાય. રાજ્યમાં 20મી પછી રવિ પાક માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. માર્ચમાં કમોસમી વરસાદની શક્યતા હોવાનું અંબાલાલ દા. પટેલે જણાવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન