Gujarat In Who List Of Containment Zones Declared By Health And Family Welfare Department
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ સહિત ગુજરાતના 33 જિલ્લા, 8 કોર્પોરેશનમાં કયા વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા? જાણો આખું લિસ્ટ

અમદાવાદ સહિત ગુજરાતના 33 જિલ્લા, 8 કોર્પોરેશનમાં કયા વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા? જાણો આખું લિસ્ટ

 | 2:34 pm IST

લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોન બહાર અનેક છૂટછાટ આપી છે. ત્યારે સરકારે નવા કન્ટેઈન્મેન્ટ ઝોનનું લિસ્ટ બહાર પાડી દીધું છે. અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોનનું લિસ્ટ જાહેરવ કરી દેવામાં આવ્યું છે. જેમાં 12.98 લાખ લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના કુલ 11 વિસ્તારોનો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં અસારવા, દાણીલીમડા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, ખાડિયા, બહેરામપુરા, મણિનગર, સરસપુર, ગોમતીપુર, ગુલબાઈ ટેકરા કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તેવી રીતે ગુજરાતના તમામ કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. તેની યાદી પણ નીચે મુજબ છે. ગુજરાતમાં 8 લાખ 52 હજાર 864 લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે 2 લાખ 96 હજાર 864 ઘર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદ મનપાના 11 વિસ્તાર કન્ટેઈન્મેન્ટ, સુરતના 40 વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, રાજકોટમાં જંગલેશ્વર, સાધુવાસવાણી રોડ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યો છે, વડોદરા શહેરમાં પણ 70થી વધુ વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. કન્ટેનમેન્ટ ઝોનમાં પહેલાની જેમ જીવનજરૂરી વસ્તુઓ મળતી રહેશે. આ સિવાયની દુકાનો નહીં ખુલી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છૂટછાટની જાહેરાત કરી હતી. જે બાદમાં આજે રાજ્યના આરોગ્ય અને કલ્યાણ વિભાગ તરફથી કન્ટેનમેન્ટ વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવી છે. એટલે કે રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગર પાલિકાઓના કન્ટેનમેન્ટ વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન