Gujarat In17 dams flooded 100 percent in a single day, a total of 40 dams were completely filled
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં એક જ દિવસમાં 17 ડેમ 100 ટકા છલકાયા, કુલ 40 ડેમ સંપૂર્ણ ભરાયા, મોટી ચેતવણી અપાઈ

ગુજરાતમાં એક જ દિવસમાં 17 ડેમ 100 ટકા છલકાયા, કુલ 40 ડેમ સંપૂર્ણ ભરાયા, મોટી ચેતવણી અપાઈ

 | 8:11 am IST
  • Share

ગુજરાતમાં વરસાદને પગલે એક જ દિવસમાં નવા ૧૭ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, આ સાથે જ ગુજરાતના ૨૦૭ પૈકી ૪૦ ડેમો મંગળવારની સ્થિતિએ સંપૂર્ણ છલકાઈ ગયા છે, જેમાં સૌથી વધુ ૩૭ ડેમ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ૨ તેમજ ઉત્તર ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે.

સોમવાર સુધીમાં ગુજરાતમાં ૩૬ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું હતું, જોકે ભારે વરસાદ વચ્ચે હવે ૬૫ ડેમોમાં હાઈએલર્ટ સિગ્નલ અપાયું છે, આમ એક જ દિવસમાં વધુ ૨૯ ડેમોમાં હાઈ એલર્ટ સિગ્નલ અપાયા છે, જ્યાં નીચાણ વાળા વિસ્તારમાં રહેતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

નર્મદા અને કલ્પસર વિભાગના મંગળવારના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હાઈ એલર્ટ ડેમોની સંખ્યા ૬૫ જ્યારે ૮૦થી ૯૦ ટકા પાણી ભરાયું છે તેવા ૫ ડેમોમાં એલર્ટ સિગ્નલ અપાયું છે, આ ઉપરાંત ૧૩ ડેમોમાં ૭૦થી ૮૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે, ત્યાં ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ ૧૨૩ ડેમ હજુ એવા છે જ્યાં ૭૦ ટકા કરતાં ઓછું પાણી છે.

સરદાર સરોવર ડેમ સહિત ગુજરાતના ૨૦૭ ડેમોમાં હાલમાં ૬૪.૫૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે, કચ્છમાં ૨૦ ડેમોમાં હાલ ૨૪.૮૭ ટકા,  સરદાર સરોવર ડેમમાં ૭૦.૨૪ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં ૭૦.૨૪ ટકા, ઉ. ગુજરાતના ૧૫ ડેમોમાં ૨૮.૩૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં  ૫૦.૩૧ ટકા પાણી સંગ્રહાયેલો છે.

રાજકોટ-જેતપુર-ગોંડલને પીવાનું પાણી પુરૃ પાડતા ભાદર ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે. સૌરાષ્ટ્રના ૭ જિલ્લાના ૮૧ ડેમમાંથી ૩૪ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતા હાઈએલર્ટ જયારે ૧૨ ડેમ ૭૫થી ૯૪ ટકા ભરાઈ જતા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને ડેમ હેઠળવાસના ૨૧૬ ગામોને ચેતવણી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન