Gujarat increased the risk of local transmission, out of 105 cases, 62 were local
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનનું જોખમ વધ્યું, જાણો શહેરના કયા વિસ્તારોમાં 5 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા

અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનનું જોખમ વધ્યું, જાણો શહેરના કયા વિસ્તારોમાં 5 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા

 | 1:01 pm IST

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગુજરાતમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 105ને પાર થયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. બીજી બાજપ ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનું જોખમ વધી રહ્યું છે. ગુજરાતના 105 કેસ પૈકી 62 કેસ લોકલ ટ્રાન્સમિશનના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી વધુ લોકલ ટ્રાન્સમિશનના કેસો અમદાવાદ, ગાંધીનગરમાં સામે આવી રહ્યા છે.

આજની વાત કરીએ તો અમદાવાદમાં આજે વધુ 5 પોઝિટિવ કેસ સાથે શહેરમાં 43 કેસો નોંધાયા છે. અમદાવાદના 5 કેસમાં 2 બાપુનગર, 1 જમાલપુર, 1 નવરંગપુરા અને 1 આંબાવાડી હીરાબાગના છે. શહેરમાં ગીચ વિસ્તાર અને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે. જેમાં અમદાવાદના 43 પૈકી 21 કેસ લોકલ ટ્રાન્સમિશનના હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરના 13 પૈકી 11 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. વિદેશથી રાજ્યમાં આવેલા હોય તેવા 33 પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અમદાવાદના કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે. હાલ આ તમામે તમામ SVP હોસ્પિટલમાં સારવારમાં છે. તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. બાકીના બે કેસો બાપુનગરના છે જેમાં એક 17 વર્ષીય કિશોર અને 65 વર્ષીય વૃદ્ધ સામેલ છે. કાલુપુરના મલેક શાહ મસ્જિદના 68 વર્ષીય દર્દીની દિલ્હી હિસ્ટ્રી સામે આવી છે.

અમદાવાદમાં લોકલ ટ્રાંસમિશનનુ દિવસેને દિવસે જોખમ વધી રહ્યું છે. ગુજરાતના કુલ 105 કેસ પૈકી 62 કેસ માત્ર લોકલ ટ્રાંસમિશનના સામે આવ્યા છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં સૌથી વધુ લોકલ ટ્રાંસમિશનના કેસ છે. અમદાવાદના કુલ 43 પૈકી 21 કેસ લોકલ ટ્રાંસમિશનના, જ્યારે ગાંધીનગરમા 13 કેસ પૈકી 11 કેસ લોકલ ટ્રાંસમિશનના નોંધાયા છે. વિદેશથી આવ્યા હોય અને પોઝીટીવ હોય તેવા રાજ્યમાં માત્ર 33 જ કેસ જ રહેલા છે.

જુઓ આ પણ વીડિયો: રાજકોટમાં લોકડાઉનની સ્થિતિનો પોલીસ કમિશનરે મેળવ્યો તાગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન