Gujarat: Jetpur In The Lover tied the not and handed it over to his friends, Misdemeanor three times
  • Home
  • Featured
  • ચોંકાવનારો કિસ્સો: પ્રેમીએ પ્રેમિકા સાથે મનભરી શરીરસંબંધ બાંધી મિત્રોને હવાલે કરી, 3 વખત એવો ગેંગરેપ કર્યો કે…

ચોંકાવનારો કિસ્સો: પ્રેમીએ પ્રેમિકા સાથે મનભરી શરીરસંબંધ બાંધી મિત્રોને હવાલે કરી, 3 વખત એવો ગેંગરેપ કર્યો કે…

 | 9:34 am IST

જેતપુરઃ જેતપુરની એક તરૂણીને ભોળવી એક યુવાને મિત્રતા કરી તેને જુદીજુદી જગ્યાએ મળવા બોલાવી બળજબરીપૂર્વક એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગ રેપ કરી ફોટાઓ પાડી તે ફોટા વાયરલ કરવાની કરવાની ધમકી આપી બે થી ત્રણ લાખ જેવી રકમ પણ પડાવી હોવાની તરૂણીએ ઇ મેઈલથી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

આ ધટનામાં મળતી માહિતી પ્રમાણે, બારમાં ધોરણમાં અભ્યાસ કરતી જેતપુરની તરૂણીના ભોળપણનો ફાયદો ઉઠાવી ધવલ પારખીયા નામના પટેલ યુવાને તેણી સાથે મિત્રતા કેળવી કોટડીયા વાડી વિસ્તારમાં રહેતા મિત્ર રાજુભાઇના ઘરે મળવા માટે બોલાવી ત્યાં રાજુભાઇ અને અદા નામના ધવલના મિત્રોએ છરી બતાવી બળજબરીપૂર્વક શારિરીક સંબંધ બાંધ્યો હતો અને ધવલે તેના મોબાઈલ વડે ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ ભીડભંજન મંદિર રોડ પર આવેલ એક વાડીમા ધવલ તરૂણીને લઈ ગયો હતો.

જયાં વાડી માલીક અને રાજકોટના રોનક દોંગા સહિત ત્રણેયે જણાંએ ખરાબ રીતે શરીર સબંધ બાંધ્યો હતો. તરૂણી રડવા લાગતા ધમકી આપીને ઘરે મૂકી ગયા હતા. ધવલે ફોટા વાયરલ કરવાની તેમજ તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી જુદીજુદી જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમા દિલીપભાઈ ઘૂઘરવાળાના ઘરે લઈ ગયેલ ત્યાં તેમનો પુત્ર ખુશાલને પણ ખુશ કરવા દબાણ કરી શરીર સબંધ બાંધ્યો હતો.

તરૂણીને શારીરિક માનસીક ત્રાસ આપી સામુહિક દુષ્કર્મ તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સોનાની બુટીની બે જોડી તેમજ રોકડ રૂપિયા પણ પડાવી લીધા હોય જેથી તરૂણી ઘરછોડીને ચાલી ગઈ હતી.પરંતુ પરીવારે વીરપુર પાસેથી પરત લઈ આવી હિંમત આપી પુછતાં તેણીએ પોતાના પર વિતેલ આપવીતી જણાવી હતી.

જેથી પરીવારે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લઈ તરૂણીની તમામ આપવીતી પ્રથમ ઇ મેઈલ દ્વારા જીલ્લા પોલીસ વડા તેમજ સીટી પોલીસ સ્ટેશન જાણ કરતા સીટી પોલીસે ફ્રીયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

જુઓ આ પણ વીડિયો: પ્રથમ દિવસે દેશમાં 532 ફ્લાઈટે ઉડાન ભરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન