Gujarat Leaders who have repeatedly lost elections in Congress will not be given the helm
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસમાં ગણગણાટ: વારંવાર ચૂંટણી હારતાં નેતાઓને સુકાનપદ નહીં સોંપાય, કાર્યકરોમાં રોષ

કોંગ્રેસમાં ગણગણાટ: વારંવાર ચૂંટણી હારતાં નેતાઓને સુકાનપદ નહીં સોંપાય, કાર્યકરોમાં રોષ

 | 7:07 am IST
  • Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ કરતાં વધુનો સમય બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષ નેતાની કોંગ્રેસ હાઈકમાન્ડ હજુ પસંદગી કરી શકી નથી, લાંબા સમયથી અસમંજસતાના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ કોંગ્રેસમાં એવો ગણગણાટ છે કે, નવા નેતાઓની પસંદગી માટે હાઈકમાન્ડે બારોબાર સર્વે કરાવ્યો છે, જેના આધારે વારંવાર ચૂંટણી હારતાં જૂના છાપેલા કાટલાં જેવા નેતાઓને ફરી ચાન્સ ન મળે તેવી શક્યતા છે, નવા નેતાઓ પર હાઈકમાન્ડ પસંદગીનો કળશ ઢોળી શકે છે.

સામાન્ય રીતે ચૂંટણીઓ આવે ત્યારે હાઈકમાન્ડ દ્વારા કોંગ્રેસ પક્ષની સ્થિતિ, સ્થાનિક મજબૂત નેતાઓ સહિતના વિવિધ સર્વે કરાવવામાં આવતાં હોય છે, કોંગ્રેસના સૂત્રો કહે છે કે, હાઈકમાન્ડે મોકલેલી ટીમો દ્વારા અત્યારે સર્વે થઈ રહ્યા છે, આ સર્વેને જો કોંગ્રેસ હાઈકમાન્ડ માન્ય રાખે તો નવા ચહેરાઓને ગુજરાત કોંગ્રેસનું સુકાન મળી શકે તેમ છે.

મહત્ત્વનું છે કે, લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસનું માળખું ખાલી છે, માત્ર પ્રમુખ, કાર્યકારી પ્રમુખ સિવાય આખું માળખું વિખેરાયેલું છે. કોંગ્રેસની ઘોર ખોદનારા નેતાઓને માર્ગદર્શક મંડળમાં સમાવીને આડકતરી રીતે તેમને કદ પ્રમાણે વેતરી નાખવા આયોજન થઈ રહ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસને નવા પ્રભારી પણ મળવાના છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો