Gujarat Lok Sabha is sensitive to 21 thousand centers
  • Home
  • Ahmedabad
  • ગુજરાત લોકસભા-2014 કરતાં આ વખતે બે ઘણાં 21 હજાર કેન્દ્રો સંવેદનશીલ

ગુજરાત લોકસભા-2014 કરતાં આ વખતે બે ઘણાં 21 હજાર કેન્દ્રો સંવેદનશીલ

 | 3:03 pm IST

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત લોકસભા-2019ની ચૂંટણીના સંવંદેનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, ગુજરાત લોકસભા-૨2014ની ચૂંટણી સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં બે ઘણાં વધુ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરાયા છે.

ગત ચૂંટણીમાં આખા રાજ્યમાં 10,775 કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા હતા જ્યારે આ વખતે રાજ્યના 21 હજાર કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કર્યાં છે. દર વખતે ચૂંટણીનું જાહેરનામુ બહાર પડયાના થોડા દિવસો બાદ સંવેદનશીલ કેન્દ્રોની યાદી જાહેર કરી દેવામાં આવતી હતી પરંતુ આ વખતે નિયમમાં ફેરફાર કરીને ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ જ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે.

રાજ્યની ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મતદાન કેન્દ્રો અલગ તારવવામાં આવ્યાં છે. સંવેદનશીલ મતદાન કેન્દ્રો એવા જાહેર થતાં હોય છે જ્યાં ભૂતકાળની ચૂંટણીઓમાં ગેરરીતીઓ થઈ હોય અથવા તો ફરિયાદો ઉઠી હોય તથા અધિકારીઓ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યુ હોય તેવા કેન્દ્રોનો સમાવેશ કરાય છે. જેથી આ પ્રકારના કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવતો હોય છે.

આ પણ જુઓ: જૂનાગઢના કોડીનારમાં અમિત શાહની જાહેરસભા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન