Gujarat Maha Cyclone At Diu to Porbandar Sea Shore
  • Home
  • Featured
  • ફરીથી ‘મહા’ વાવાઝોડાએ દિશા બદલતા હવે આ વિસ્તારો પર ખતરો મંડરાયો, 25 NDRFની ટીમ તૈનાત

ફરીથી ‘મહા’ વાવાઝોડાએ દિશા બદલતા હવે આ વિસ્તારો પર ખતરો મંડરાયો, 25 NDRFની ટીમ તૈનાત

 | 12:31 pm IST

ગુજરાત પર સર્જાયેલું મહા વાવાઝોડાનો ખતરો જેમ જેમ તે નજીક આવતું જાય તેમ તેની તીવ્રતા વધતી જાય છે. પરંતુ હાલ મળતા અહેવાલ પ્રમાણે, ‘મહા’ વાવાઝોડાએ દિશા બદલી છે. આ વાવાઝોડું હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય છે. આ વાવાઝોડું 6 નવેમ્બરે દીવથી પોરબંદરનાં દરિયા કિનારે ટકરાશે.

‘મહા’ વાવાઝોડાનું ગુજરાતમાં સંકટ વધી રહ્યું છે. અમદાવાદ ફાયર બ્રિગેડના કર્મીઓની રજા રદ કરાઈ છે. દરેક ફાયર સ્ટેશન પર 2 ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે. આદેશ મળતાની સાથે ટીમ રવાના થઈ શકે તે પ્રકારની તૈયારી કરવામાં આવી દીધી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા સાધનોની ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. 16 ફાયર સ્ટેશન પર 6 કર્મીની 1 ટીમ એમ 2 ટીમ સ્ટેન્ડ ટુ રખાઇ છે.આગામી આદેશ નહીં મળે ત્યાં સુધી ફાયર કર્મીની રજાઓ રદ કરવામાં આવી છે.

હાલ આ વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર છે. 6 નવેમ્બરની મધ્યરાત્રીએ ટકરાય તેવું અનુમાન છે. જેના કારણે તંત્રએ માછીમારોને અલર્ટ કરતા દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. આજે 4 નવેમ્બરનાં રોજ જામનગર, મોરબી તથા દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.

7 નવેમ્બરનાં રોજ અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દિવમાં આગાહી છે. જ્યારે 8 નવેમ્બરે પણ અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

આ અગાઉ ‘મહા’ વાવાઝોડું 6 નવેમ્બરનાં રોજ દીવથી દ્રારકાની વચ્ચેનાં દરિયાકાંઠે ટકરાવવાની શક્યતાઓ દર્શાવાવમાં આવી છે. દીવ દ્રારકાનાં દરિયા કિનારે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓ હતી. આ સાથે આજે એટલે 4 નવેમ્બરે તથા 7 અને 8 નવેમ્બર એટલે ગુરૂ અને શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કુલ 25 NDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. ગુજરાત બહારથી 10 NDRFની ટીમ મંગાવાઈ છે. જેમાં 5 ટીમ દિલ્હી અને 5 ટીમ પંજાબથી બહાર મંગાવાઈ છે. આ 10 ટીમને રાજકોટ અને વડોદરામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં એનઆરએફની ટીમો તૈનાત કરાઇ છે.

બીજી બાજુ ચીફ સેક્રેટરી જે.એન.સિંઘની ‘મહા’ વાવાઝોડાને મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. વાવાઝોડાની સ્થિતિ અંગે ચીફ સેક્રેટરીએ જણાવ્યું છે કે, સમીક્ષા કરીશું, વાવાઝોડાની આગાહી લઈને તંત્ર સજ્જ છે. કેન્દ્ર સચિવને ‘મહા’ વાવાઝોડાનો રિપોર્ટ ટૂંક સમયમાં જ સોંપાશે. કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સાથે વીડિયો કોન્ફરન્સ યોજાશે, જેમાં વાવાઝોડાની આગાહી અને ગુજરાતમાં તેની અસર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. વાવાઝોડાને લઈને તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરાશે.

આ પણ જુઓ વીડિયો: વાયુ અને મહા વાવાઝોડા વચ્ચે શું તફાવત છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન