Gujarat Meteorologist Ambalal Patel Which Nakshatras-will Heavy Rainsfalls
  • Home
  • Featured
  • કયા નક્ષત્રમાં કયા પડશે વરસાદ, ખેડૂતો માટે કેવો રહેશે? જાણો હવામાન શાસ્ત્રી અંબાલાલ શું કહે છે?

કયા નક્ષત્રમાં કયા પડશે વરસાદ, ખેડૂતો માટે કેવો રહેશે? જાણો હવામાન શાસ્ત્રી અંબાલાલ શું કહે છે?

 | 12:03 pm IST

રાજ્યમાં હજુ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના યોગ છે. તા.18થી 28માં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ આવશે. આ સમય દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાઈ શકે તેમ હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઉત્તર ફાલ્ગુની અને આશ્લેષા નક્ષત્રનું પાણી પાક માટે હાનિકારક ગણાવ્યું છે. જ્યારે ગુજરાતમાં હાલ ભાદરવોનો પાછોતરા વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થાય તેવું જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. એક બે દિવસના વિરામ બાદ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૃ થઈ જાય છે.

હાલમાં રાજ્યમાં ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે, ત્યારે હજ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.

અસહ્ય ઉકળાટમાં નાગરિકો હેરાન-પરેશાન
સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડવા છતાં વાતાવરણમાં ઉકળાટ વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધતાં બફારો વધ્યો છે. જેથી અસહ્ય ઉકળાટમાં લોકો હેરાન-પરેશાન બની ચૂક્યા છે. પરસેવે રેબઝેબ બનેલા લોકો સતત એરકન્ડિશનનો સહારો લઈ રહ્યા છે.

આ પણ જુઓ વીડિયો: મહેસાણામાં પ્રથમ ટ્રીપલ તલાકનો કેસ નોંધાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન