Home Minister Harsh Sanghvi Praise Sandesh News For Shivansh case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શિવાંશને ઓઢવના શિશુગૃહમાં લવાયો; ગૃહ રાજ્યમંત્રીએ સંદેશ ન્યૂઝની કામગીરી બિરદાવી

શિવાંશને ઓઢવના શિશુગૃહમાં લવાયો; ગૃહ રાજ્યમંત્રીએ સંદેશ ન્યૂઝની કામગીરી બિરદાવી

 | 10:30 pm IST
  • Share

  • 3 દિવસથી ગાંધીનગરની સિવિલમાં હતો શિવાંશ
  • સંદેશ ન્યૂઝ દ્વારા સૌ પ્રથમ મને ફોન કરવામાં આવ્યો: હર્ષ સંઘવી
  • બાળકના માતા-પિતાને શોધવા સતત ઝૂંબેશ ચલાવી

ગાંધીનગરના પેથાપુરમાંથી ગૌશાળામાં મળી આવેલા શિવાંશ મામલે તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ નવા વળાંક આવી રહ્યાં છે. બાળકને તરછોડનાર બીજું કોઈ નહીં, પરંતુ તેનો જ પિતા હોવાનું સામે આવ્યું છે. બાળકના પિતા સચિને લીવ-ઇનમાં રહેતી હીના ઉર્ફે મહેંદી સાથે બહારગામ જવા બાબતે થયેલા ઝઘડામાં પ્રેમિકાનું કાસળ કાઢી નાંખ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એવામાં તરછોડાયેલા માસૂમ શિવાંશને અમદાવાદ ઓઢવ સ્થિત શિશૂગૃહમાં લાવવામાં આવ્યો છે.

સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાના ગેટ બહાર તરછોડાયેલો સ્મિત ઉર્ફે શિવાંશ છેલ્લા 3 દિવસથી ગાંધીનગર સિવિલમાં હતો. જેને હવે ઓઢવના શિશુગૃહમાં લાવવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં મળી આવેલા બાળકના માતા-પિતાની પોલીસ તપાસ કરી રહી હતી, ત્યારે બીજી તરફ બાળકના પરિવારજનો ના મળે, ત્યાં સુધી તેની કાળજી પણ લેવાઈ હતી. તેને અમદાવાદના ઓઢવ સ્થિત શિશુગૃહમાં મોકલવા માટે ગઈકાલે જ તૈયારી કરી લેવામાં આવી હતી. રાજ્યના મહિલા અને બાળ અધિકાર વિભાગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ આ મામલે ગાંધીનગરના એસપી સાથે વાત પણ કરી હતી.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંદેશ ન્યૂઝની કામગીરી બિરદાવી
હાલ સુરતની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંદેશ ન્યૂઝની કામગીરી બિરદાવતા જણાવ્યું કે, સૌ પ્રથમ સંદેશ ન્યૂઝ દ્વારા જ મને ફોન કરવામાં આવ્યો હતો. જે બાદ એસપીનો ફોન આવ્યો હતો.

સંદેશ ન્યૂઝે આ બાબતના સમાચાર આખી રાત પ્રસારિત કર્યા હતા. બાળકના માતા-પિતાને શોધવા માટે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જે આખરે રંગ લાવી હતી. બાળકના માતા-પિતાને શોધવા માટે સંદેશ ન્યૂઝે પોતાની જવાબદારી બખૂબી નિભાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો