બીજા રાજ્યોમાં હાર્યા બાદ કોંગ્રેસનું મિશન ગુજરાત, ચૂંટણી પ્રચારના સત્તાવાર શ્રીગણેશ

924

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ‘આજે કોંગ્રેસ આવે છે’ સંમેલનનો પ્રારંભ થયો છે. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં એક રાજ્ય સિવાય બાકીનામાં કારમી હાર મળ્યા પછી કોંગ્રેસની નજર ગુજરાત તરફ મંડાયેલી છે. આ વર્ષમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આજથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારના સત્તાવર શ્રીગણેશ થઈ ગયા છે.

gujarat congress

આ સંમેલનમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા ઇચ્છુક મૂરતિયાઓ માટે આ સંમેલન યોજવામાં આવ્યું છે. આ સમંલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામત, ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા જેવા કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ સાથે ચૂંટણી લડવા ઇચ્છુક મૂરતિયાઓને માર્ગદર્શન પણ આપવામાં આવશે. જોકે, આ સંમેલનમાં ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો ઉપરથી ટિકિટના દાવેદારો ઉમટી પડ્યા હતા. આમ રાજનીતિમાં પોતાનું ભાવી અજમાવા માટે અનેક યુવાનોએ ઉત્સુક્તા દર્શાવી હતી.